Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રાજ્યના મહાનગર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર : ભાવનગર , જામનગર, વડોદરા, રાજકોટ, સુરત માટે ઉમેદવારો ડિક્લેર

યાદીમાં અનેક પૂર્વ કોર્પોરેટરના નામ : કેટલાય નવા ચહેરાને ટિકિટ ફાળવી : જુઓ સમગ્ર યાદી

અમદાવાદ : રાજ્યના કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીમાં ભાવનગર, જામનગર, વડોદરા, રાજકોટ, સુરત કોર્પોરેશન માટેનાં કોંગ્રેસેનાં ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,

અમદાવાદની યાદી પછી જાહેર કરાશે.  અમદાવાદ માટે કોંગ્રેસમાં ભારે મનોમંથન ચાલી રહ્યું છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં કોંગ્રેસ નો-રીપીટ થિયરીને અવગણીને પોતાનાં ઉમેદવારો જાહેર કરે તેવી એક ચર્ચા પણ જોવામાં આવી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસ જૂના જોગીઓને કાપીને કોઇ રીસ્ક લેવા માંગતી નથી.

(12:00 am IST)