Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

' બિલ્ડીંગ વન કોમ્યુનિટી ' : અમેરિકાના કનેક્ટિકટમાં સ્થાયી થયેલા ઇમિગ્રન્ટ્સને સેવા આપતી સંસ્થાને GOPIO નું 5 હજાર ડોલરનું ડોનેશન

કનેક્ટીકટ : અમેરિકાના કનેક્ટિકટમાં સ્થાયી થયેલા ઇમિગ્રન્ટ્સને સેવા આપતી સંસ્થા ' બિલ્ડીંગ વન કોમ્યુનિટી ' ને ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) કનેક્ટીકટ ચેપટર દ્વારા 5 હજાર ડોલરનું ડોનેશન  આપવામાં આવ્યું છે.

8 જાન્યુઆરીના રોજ હોલીડે પાર્ટી દરમિયાન  GOPIO  કનેક્ટીકટ ચેપટર દ્વારા ' બિલ્ડીંગ વન કોમ્યુનિટી ' ની ઓફિસે જઈ ઓર્ગેનાઈઝેશનના સી.ઈ.ઓ.સુશ્રી ડો.આંકા બાદૂરીનાને ચેક અર્પણ કર્યો હતો.

આ તકે GOPIO કનેક્ટીકટ ચેપટર એકઝ્યુકેટીવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રસાદ ચિંતલપુડી ,ટ્રસ્ટી શ્રી જો સિમોન ,ટ્રસ્ટી તથા કંટ્રોલર ડો.થોમસ અબ્રાહમ તથા બોર્ડ મેમ્બર્સ શ્રી શ્રીનિવાસ આકારાપૂ ,તથા શ્રી રજનીશ મિશ્રા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.તેવું આઈ.ડબલ્યુ દ્વારા જાણવા મળે છે.

(8:06 pm IST)