Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

બજેટ ૨૦૨૦માં આ છે આંકડાઓની નંબર ગેમઃ જાણો કયા સેક્‍ટરને કેટલા કરોડ રૂપિયા મળ્‍યા ?

નાણાપ્રધાન નિર્મલા સિતારમને મોટી મોટી જાહેરાતો કરી છે. બજેટમાં શિક્ષણ, આરોગ્‍ય, ખેડૂતો અને ગ્રામીણ ક્ષેત્રો મોટી જાહેરાતો કરાઈ છે. ૨.૩૮ લાખ કરોડ રૂપિયા સરકારે કૃષિમાં ફાળવ્‍યા છે. અહીં સીતારમનના બજેટમાં કયા સેક્‍ટરમાં કેટલા રૂપિયાની ફાળવણી કરાઈ છે તેની વિગતો રજૂ કરાઈ છે.

૧૦૦ લાખ કરોડ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં ફળવાશે

૯૯,૩૦૦ કરોડ રૂપિયા શિક્ષા ક્ષેત્રમાં ખર્ચાશે

૬૯,૦૦૦ કરોડ સરકારે આરોગ્‍ય માટે ફાળવણી કરી

૨૨,૦૦૦ કરોડ ઉર્જાક્ષેત્રમાં ફાળવાયા

૬૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ભારતમાં નેટ કાર્યક્રમમાં વપરાશે

,૪૮૦ કરોડ રૂપિયા ટેક્‍સટાઇલ્‍સ મિશન માટે વપરાશે

૯૫૦૦ કરોડ રૂપિયા સરકાર વરિષ્ઠ નાગરિકોની યોજનામાં વાપરશે

ખેડૂતો

૬.૧૧ કરોડ ખેડૂતોની આવક વધારવા પ્રત્‍યે લક્ષ્ય કેન્‍દ્રિત કરાશે

૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય

દૂધ, માંસ, માછલી માટે કિસાન રેલ યોજનાપાણી

ગંભીર સમસ્‍યાનો સામનો કરી રહેલા ૧૦૦ જિલ્લામાં સર્વગ્રાહી જળ સંચય યોજના લાગૂ કરાશે

પાણી પૂરવઠા માટે ૩.૦૩ લાખ કરોડની ફાળવણી

અનાજના સંગ્રહ માટે તાલુકા સ્‍તરે વધુ ગોડાઉન બનાવવાની યોજના માટે વધુ ફંડ ફાળવાશે

આરોગ્‍ય

હેલ્‍થ સેક્‍ટર માટે રૂપિયા ૬૯,૦૦૦ કરોડની ફાળવણી

સ્‍વચ્‍છ ભાર માટે રૂપિયા ૧૨,૩૦૦ કરોડની ફાળવણી

ભ્‍ભ્‍ભ્‍ મોડેલ હેઠળ હોસ્‍પિટલો તૈયાર કરવામાં આવશે

આયુષ્‍યમાન સ્‍કીમમાં નવી હોસ્‍પિટલ ખોલવામાં આવશે

વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવામાં આવશે

આયુષ્‍માન ભારત યોજના સાથે ૨૦ હજાર હોસ્‍પિટલો જોડાઈ

રેલવે

રેલ્‍વે સ્‍ટેશન અને ૧૪૦ ટ્રેન પીપીપી ધોરણે વિકસાવાશે

ત્રણ નવા એક્‍સપ્રેસ વે બનશે, ૨૦૨૩ સુધીમાં દિલ્‍હી-મુંબઇ એક્‍સપ્રેસ વેનું કામ પૂર્ણ કરાશે

અમદાવાદ- મુંબઇ વચ્‍ચે વધુ હાઈ સ્‍પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે

૫૫૦ સ્‍ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે

તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે, આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્‍થળોને જોડવામાં આવશે

રેલવે ટ્રેકને સમાંતર રેલવેની જ જમીન પર સોલાર પેનલ નાંખીને વીજળી ઉત્‍પન્ન કરાશે, ૨૭ હજાર કિમી ટ્રેકનું ઈલેક્‍ટ્રિફીકેશન કરાશે

શિક્ષણ

નોન ગેઝેટેડ પોસ્‍ટ માટે નેશનલ રિક્રુટમેન્‍ટ એજન્‍સી બનાવાશે

૯૯૩૦૦ કરોડ એજયુકેશન સેક્‍ટર માટે ફાળવાયા

૩૦૦ કરોડ સ્‍કિલ્‍ડ ડેવલપમન્‍ટ માટે ફાળવાયા

નેશનલ પોલીસ યુનિવર્સિટી, ૧૧ ફોરેન્‍સિક સાયન્‍સ યુનિવર્સિટી બનશે

નવી શિક્ષણનીતિ ટૂંક સમયમાં જાહેર થશે, બે લાખ લોકોએ સૂચનો મોકલ્‍યા

ગરીબ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજયુકેશન

માર્ચ,૨૦૨૧ સુધી ડિપ્‍લો માટે ૧૫૦ નવી સંસ્‍થા ખોલાશે

ગ્રામીણ

એક લાખ ગ્રામપંચાયતને ફાઈબર ઓપ્‍ટિક્‍સથી કનેક્‍ટ કરાશે

દેશભરમાં પ્રાઈવેટ ડેટા સેન્‍ટર બનાવવાની મંજૂરી

અનુસૂચિત જાતિ અને પછાતવર્ગના કલ્‍યાણ માટે ૮૫ કરોડની ફાળવણી

 

(12:00 am IST)