Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

પ થી ૭.૫૦ લાખની કમાણી પર ૧૦% ટેક્ષઃ ૧૦ લાખ પર ૧પ%

પ લાખની આવક પર હવે કોઇ ટેક્ષ નહિ : નવા સ્‍લેબ હેઠળ જો રૂા. ૧પ લાખથી ઓછી આવક હોય તો રૂા. ૭૮૦૦૦નો ફાયદોઃ અગાઉ રૂા. ર,૭૩,૦૦૦ ટેક્ષ ભરવો પડતો હવે ભરવા પડશે રૂા. ૧,૯પ,૦૦૦

નવી દિલ્‍હી તા. ૧ : નાણાપ્રધાને જાહેર  કર્યુ   છે કે  પ લાખ સુધીની આવકવાળાએ હવે કોઇ ટેક્ષ નહીં આપવો પડે. પ થી ૭.પ૦ લાખ સુધીની આવક માટે હવે ૧૦ ટકા ટેક્ષ આપવો પડશે જે અત્‍યાર સુધી ર૦ હતો. ૧૦ થી ૧ર.પ૦ લાખની આવક માટે ર૦ ટકા અને ૧ર.પ૦ થી ૧પ લાખની આવકવાળાએ રપ ટકા ટેક્ષ ચુકવવો પડશે. જે અત્‍યાર સુધી ૩૦ ટકા હતો. જેમની આવક ૧પ લાખથી વધારે તેમણે ૩૦ ટકા ટેક્ષ ચુકવવો પડશે.

જો કે નવા ટેક્ષ સ્‍લેબમાં જે ફેરફાર કરાયા છે તેમાં ભારે શરતો રખાઇ છે. નવા ટેક્ષ સ્‍લેબ સાથે તમારે ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પર મળનારી છૂટછાટનો  ફાયદો છોડવો પડશે. જો તમે ઇન્‍વેસ્‍ટમેન્‍ટમાં મળતી છૂટનો લાભ લો તો જુના દરથી ટેક્ષ ચુકવવો પડશે.

નવો ઇન્‍કમટેક્ષ સ્‍લેબ વૈકલ્‍પિક રહેશે એનો અર્થ એ છે કે તમે જૂની સીસ્‍ટમમાં પણ ટેક્ષ ભરી શકો છો. શરત એ છે કે જો તમે ડીડકશનનો મેળવવા ઇચ્‍છતા હો તો જૂની સ્‍કીમમાં રહી શકો છો.

નવા ટેક્ષ સ્‍લેબમાં પ લાખ સુધીની આવક વાળાને ટેક્ષ નહીં લાગે. તો પ લાખથી ૭.પ લાખ રૂપિયા સુધીની આવક વાળાને પહેલા પ૦ હજાર રૂપિયા ટેક્ષ ચુકવવો પડતો હતો હવે તેમણે રપ હજાર રૂપિયા ટેક્ષ ચુકવવો પડશે. ૧૦ લાખ રૂપિયા સુધીની આવકવાળાને ૧ લાખ રૂપિયા ટેક્ષ ચુકવવો પડતો હતો જે ઘટીને ૬રપ૦૦ રૂપિયા થઇ જશે. ૧ર.પ લાખ રૂપિયાની આવક વાળાએ ૧.૭પ લાખ રૂપિયાનો ટેક્ષ ચુકવવો પડતો હતો હવે તેમણે ૧,૧ર,પ૦૦ રૂપિયા ચુકવવા પડશે એટલે વાર્ષિક ૬રપ૦૦ નો ફાયદો તેમને થશે.

નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે ટેક્ષ બાબતે કોઇને હેરાન નહીં કરવામાં આવે. કાયદા હેઠળ ટેક્ષ પેચર ચાર્ટર લાવવામાં આવશે. લોકોના મગજમાંથી ટેક્ષ અંગેનો ડર દૂર કરવામાં આવશે. ટેક્ષ કલેકશન માટે આ  ર્ટીફીશ્‍યલ ઇન્‍ટેલીજન્‍સનો ઉપયોગ કરવામાં આવશે. સરકાર કરદાતાઓને ઉત્‍પીડ નથી બચાવશે, પણ ટેક્ષની ચોરી કરનારાઓ માટે કાયદાઓ કડક બનાવવામાં આવશે.

કોર્પોરેટરે ટેક્ષમાં ઘટાડા પછી વ્‍યકિતગત આવકવેરામાં છૂટની માંગણી થઇ રહી હતી. અર્થવ્‍યવસ્‍થામાં માંગ અને વપરાશ વધારવા માટે વ્‍યકિતગત ઇન્‍કમટેક્ષમાં છૂટ આપવી અત્‍યંત જરૂરી ગણવામાં આવે છે. નિષ્‍ણાતો માને છે કે સામાન્‍ય કરદાતાઓને છૂટ આપીને અર્થવ્‍યવસ્‍થામાં માંગ વધારી શકાય છે.

 

  જુનો ટેક્ષ રેટ          

નવો ટેક્ષ રેટ

કમાણી

ટેક્ષ 

કમાણી

ટેક્ષ

ર.પ લાખ સુધી

૦%

પ લાખ સુધી

૦%

ર.પ થી પ લાખ

પ%

પ થી ૭.પ૦ લાખ

૧૦%

પ થી ૧૦ લાખ

ર૦%

૭.પ થી ૧૦ લાખ

૧પ%

૧૦ લાખથી વધુ

૩૦%

૧૦ થી ૧ર.પ લાખ

ર૦%

 

 

૧ર.પ થી ૧પ લાખ

રપ%

 

 

૧પ લાખથી વધુ

૩૦%

 

(12:00 am IST)