Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

મહિલાએ હિજાબમાં કર્યો પોલ ડાન્સ:પાકિસ્તાની- કેનેડિયન પત્રકાર તારિક ફતેહે વીડિયો કર્યો શેર

વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા : યૂઝર્સ પણ જુદા જુદા રિએક્શન આપી રહ્યા છે.

 

નવી દિલ્હી : તાજેતરમાં પાકિસ્તાની-કેનેડિયન પત્રકાર તારિક ફતેહે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. શેર કરેલા વીડિયોમાં એક મહિલા હિજાબમાં પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને યૂઝર્સ પણ જુદા જુદા રિએક્શન આપી રહ્યા છે.

  વીડિયોને 29 જાન્યુઆરીએ એક પત્રકારે ઇસ્લામિક કટ્ટરવાદીઓ પર સવાલ ઉઠાવવા શેર કર્યો હતો. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, 'હિજાબી પોલ ડાન્સર પાસેથી, મેં સાંભળ્યું છે કે મહિલા જલ્દીથી તમારી નજીકનાં શાહીન બાગ આવી રહી છે.'

 સફેદ અને કાળા રંગનાં કપડા પહેરેલ અને માથામાં હિજાબ પહેરેલી મહિલાનું ડાન્સ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે, તો બીજી તરફ મુસ્લિમ સમાજનાં લોકો પત્રકાર તારિક ફતેહની ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં ગાળો પણ લખી દીધી છે. બીજી તરફ ઘણા લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે. બસ, સમયે વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. લોકો કોમેન્ટ બોક્સમાં વિવિધ પ્રકારની વાતો કરતા જોવા મળી રહ્યા છે.

(12:41 am IST)