Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ભારતીય દુલ્હા સાથે લગ્ન કરવા તાઇવાનથી આવી દુલહન : કોટામાં અનોખા લગ્ન યોજાયા :પહેલીવાર મહેમાનોને વિગન ફૂડ પીરસાયું

તાઈવાનની યુવતી ઝન યૂ અને એન્જિનિયર નિતિન ગુપ્તાના લગ્ન હિંદુ રીતિ-રિવાજથી થયા

 

નવી દિલ્હી : કોટામાં  એક અનોખા લગ્ન યોજાયા હતા. તાઈવાનની દુલ્હન ઝન યૂ અને ભારતીય વરરાજા નિતિન ગુપ્તા સાત ફેરા લઈને જીવનસાથી બન્યા હતા દુલ્હન ઝન યૂ તાઈવાનથી વરઘોડો લઈને લગ્ન કરવા માટે ભારત પહોંચી હતી  વરઘોડામાં 15 લોકો સામેલ હતા. જોકે, લગ્નની સૌથી ખાસ વાત હતી કે, તેમાં મહેમાનોને વીગન ફૂડ સર્વ કરવામાં આવ્યું હતું, જેના સૌ કોઈ વખાણ કરી રહ્યું હતું. એટલું નહીં, પરંતુ કોટામાં પહેલીવાર કોઈ લગ્નમાં વીગન ફૂડ પીરસવામાં આવ્યું હતું.

તાઈવાનની યુવતી ઝન યૂ અને એન્જિનિયર નિતિન ગુપ્તાના લગ્ન હિંદુ રીતિ-રિવાજથી થયા હતા  નિતિન ગત 4 વર્ષોથી જાપાનની સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર છે અને ત્યાં તેને ઝન યૂ સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ ભારતમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેને માટે ઝન યૂ પોતાના લોકોની સાથે કોટા પહોંચી અને ત્યારબાદ બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા. કોટા શહેરમાં થયેલા લગ્નમાં વરરાજા અને વધુ કરતા વધુ સમારોહમાં પીરસવામાં આવેલા વીગન ફૂડની ચર્ચા થઈ રહી હતી. લોકો લગ્નને રાજસ્થાના પહેલા વીગન ફૂડવાળા લગ્ન ગણાવી રહ્યા છે.

(12:05 am IST)