Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

દિલ્હીની AIIMSમાં ફરીવાર આગ ભભૂકી : ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

ગ્રાઉન્ડ ફ્લોર પર એક લેબોરેટરીમાં આગ લાગી: દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા

નવી દિલ્હી :દિલ્હીમાં ફરી એક વાર AIIMSમાં આગની ઘટના સામે આવી છે. એમ્સના Cardio-Thoracic Science સેન્ટરમાં શનિવારે આગ લાગી હતી. આ ઘટનામાં હાલ તો કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી. ઘટના સ્થળ પર હાલ ફાયર વિભાગની 10 ગાડીઓ પહોંચી ગઈ છે. આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

એમ્સના સીએન સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર એક લેબોરેટરીમાં આગ લાગી હતી. આ ઘટના સાંજના પાંચ કલાકે લાગી હતી. એમ્સના ફાયર ડિવિઝન, સિક્યોરિટી અને દિલ્હી ફાયર સર્વિસે ઘટનાને કાબૂમાં લીધી હતી. આગને કાબૂમાં લેવા માટે દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા.

(12:00 am IST)