Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

નોકરિયાતોને ફાયદો નહીં: સ્ટેન્ડર્ડ ડિડકશન સામે બીજી રાહતો રદ થઇ

મેડિકલ ખર્ચ અને કન્વેયન્સની રાહતો રદ કરવાથી ફાયદો માત્ર ૫૮૦૦ રૂપિયાનો જ

નવી દિલ્હી તા.૨: અંદાજપત્ર ૨૦૧૮માં વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર છે, કારણ કે ફિકસ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ વગેરે પર મળતા વ્યાજ પર ૫૦,૦૦૦ સુધી કરમુકિત આપવામાં આવી છે અને તેઓ માટે મેડિકલેમના પ્રીમિયમની મર્યાદા પણ વધારીને ૫૦,૦૦૦ કરવામાં આવી છે. પગારદર કરદાતા માટેની સ્ટેન્ડર્ડ ડિડકશનની રાહત સાથે મેડિકલ ખર્ચ અને કન્વેયન્સની રાહતો રદ કરવામાં આવ્યાથી ફાયદો ૫૮૦૦ સુધીનો જ છે.લઘુ અને મધ્યમ કદની કંપનીઓ માટે કોર્પોેરેટ કરવેરાનો દર ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવ્યો છે એ આવકારપાત્ર છે, કારણ કે વૈશ્વિક સ્તરે કોર્પોરેટ કરવેરાના દર ઘટી રહ્યા છે. અલબત્ત, આરોગ્ય ક્ષેત્રે ૫૦૦ મિલ્યન પ્રજાજનો માટે પાંચ લાખ સુધી મેડિકલ ખર્ચ વિશેની યોજના અને અન્ય જાહેરાતને અવશ્ય વધાવવી જોઇએ.

લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન વિશેનો આ ફેરફાર અપેક્ષિત હતો, પરંતુ અત્યાર સુધીના શેરના ભાવોના ઉછાળાને એમાંથી બાકાત રાખ્યોએ રાહત આપશે.

ઇ-અસેસમેન્ટનું પગલું લાંબા ગાળે હિતકારી નીવડશે, કારણ કે કરદાતા અને એના ક ર સલાહકારને આવકવેરા ખાતાના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને પ્રત્યક્ષ મળવાનો કે સંપર્ક કરવાનો પ્રસંગ નહીંવત રહેશે અને આડકતરી રીતે ભ્રષ્ટાચાર પણ મહદંશે કાબુમાં રાખી શકાશે.(૧.૫)

(12:23 pm IST)