Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પાકિસ્તાની બોલર વિવાદમાં ઘેરાયો : વિકેટ ઝડપ્યા બાદ કરતો ગળા કાપવાનો ઈશારો

સોશ્યલ મિડિયા પર લોકોએ ઝૂડી નાખ્યો

 

પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફે ઓસ્ટ્રેલિયાની ટી 20 લીગ બિગ બેશમાં જબ્બરદસ્ત બોલિંગ કરી છે. મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતી વખતે તેણે 10 વિકેટ ઝડપી છે અને આ લીગમાં તે સૌથી વધુ વિકેટ લેનાર છે. પરંતુ વિકેટ લીધા બાદ તેની ઉજવણી કરવાની રીતને કારણે તે વિવાદોમાં ઘેરાયો છે.

 સિડની થંડર સામેની મેચ દરમિયાન તેણે 3 વિકેટ ઝડપી હતી. આ સમય દરમિયાન, જ્યારે પણ તે વિકેટ લેતો ત્યારે ગળા કાપવાના ઇશારાથી ઉજવણી કરતો. આ પછી તે સોશ્યલ મિડિયા પર લોકોના નિશાના પર આવ્યો છે.

ડેરિલ બ્રોહમેને રઉફનાં આ રીતની ઉજવણી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું કે હારિસ રઉફ જ્યારે પણ વિકેટ ઝડપે છે. તો મને ખબરનથી કે આપણે ગળા કાપવાનો રીતે ઉજવણી કેમ કરવી જરૂરી છે.

(1:20 am IST)