Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સાવરકર અને ગોડસે વચ્ચે સમલૈંગિક સંબંધ ! : ભોપાલમાં સેવાદળના નેશનલ ટ્રેનિંગ કેમ્પમાં વિવાદી સાહિત્ય વિતરણ

પુસ્તકમાં સાવરકરે બળાત્કારને એક ન્યાય સંગત રાજનૈતિક હથિયાર ગણાવ્યું હોવાનો દાવો

 ભોપાલ : રાજધાની ભોપાલમાં   સેવાદળનાં નેશનલ ટ્રેનિંગ કેમ્પમાં સાવરકર પર વિવાદિત સાહિત્ય વહેંચવા મામલે હોબાળો મચી જવા પામ્યો છે કાર્યકર્તાઓ દ્વારા વહેંચવામાં આવેલા સાહિત્યના કારણે વિવાદ પેદા થઇ ગયો છે. આ સાહિત્યમાં સાવરકરનાં નામે અનેક વિવાદિત વસ્તુઓ લખવામાં આવી છે,

  વીર સાવરકર કેટલા વીર ? નામના આ પુસ્તકમાં નાથૂરામ ગોડસે અને સાવરકરના સંબંધ અંગે પણ વિવાદિત ટીપ્પણી કરવામાં આવી છે. પુસ્તકમાં સાવરકર અને ગોડસેનાં સંબંધોને સમલૈંગિક સંબંધ ગણાવ્યા છે. બીજી તરફ આ પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાવરકરે બળાત્કારને એક ન્યાય સંગત રાજનૈતિક હથિયાર ગણાવ્યું છે.

    ટ્રેનિંગ કેમ્પમાં 500 કોંગ્રેસ કાર્યકર્તાઓને આપવામાં આવેલા સાહિત્યમાં ભાજપ અને આરએસએસને ફાંસીવાદી શક્તિ ગણાવી છે. સાથે જ ટ્રેનિંગ કેમ્પમાં વીર સાવરકરની વિરુદ્ધ સાહિત્ય પણ વહેંચવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાપુરૂષો અને કોંગ્રેસની વિચારધારાની માહિતી પણ વહેંચવામાં આવી છે.

  આ મુદ્દે કોંગ્રેસ સેવા દળનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇને સવાલ કર્યો તે તેમણે કહ્યું કે, RSS અને BJP અમારા દુશ્મનો નથી. તેઓ માત્ર બગડેલા બાળકો જેવા છે. ભાજપ અને આરએસએસ દ્વારા કરવામાં આવેલા દુષ્પ્રચારની માહિતી કોંગ્રેસ કાર્યકર્તાઓને લાગેલા આ કેમ્પનો ઇરાદો છે. અહીંથી ટ્રેનિગં આપીને દરેક પ્રદેશમાં આ પ્રકારનાં કેમ્પોનું આયોજન કરવામાં આવશે.

(12:57 am IST)