Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પંજાબમાં ભૂખમરા અંગેનો રેંક ઘટતા પંજાબના મંત્રીએ કહ્યું લોકો વજન ઘટાડવા ડાયેટિંગ કરે છે

અન્ય એક મંત્રીએ ભૂખમરો વધવાનાં અહેવાલને ખોટો ઠેરવ્યો : લોકોને કામ કરવાની સલાહ આપી

 

ચંડીગઢ : ભુખમરા અંગે નીતિ પંચના અહેવાલમાં પંજાબની રેંક ગત્ત વર્ષની તુલનાએ બે પોઇન્ટ ઘટ્યો છે. પહેલા પંજાબ 10માં સ્થાન પર હતો જ્યારે હાલના હેવાલમાં પંજાબમાં 12માં નંબર પર સરક્યું છે ત્યારે પંજાબના હેલ્થ મિનિસ્ટર બલબીર સિદ્ધુએ કહ્યું કે, પંજાબમાં ભુખમરો નથી અને પંજાબના લોકો વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરી રહ્યા છે.

બીજી તરફ બીજુ નિવેદન ફોરેસ્ટ મિનિસ્ટર સાધૂ સિંહ ધર્મસોતનું આવ્યું છે, તેમણે પંજાબમાં ભુખમરો વધવાનાં અહેવાલ અંગે પહેલા તો લોકોને કામ કરવાની સલાહ આપી અને ફરી નીતિ પંચનાં રિપોર્ટ પંચના રિપોર્ટને ખોટા પણ ઠેરવી દીધા છે. જો કે વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે અને સરકારને દરેક ક્ષેત્રમાં અસફળ ગણાવી રહ્યા છે. શિરોમણી અકાલી દળનાં નેતા ચરણજીત બરાડે કહ્યું કે, પંજાબની કોંગ્રેસ સરકાર દરેક મોર્ચા પર નિષ્ફળ જઇ રહ્યા છે.

(12:33 am IST)