Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

અયોધ્યામાં રામમંદિર નિર્માણની દિશામાં સરકારની કાર્યવાહી : સુપ્રીમકોર્ટના ચુકાદાના અમલીકરણ માટે ખાસ ડેસ્કની રચના

કોર્ટનાં ચુકાદા પર અમલનું કામ ત્રણ અધિકારીનાં નિરિક્ષણ હેઠળ ચાલશે

 

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણની દિશામાં સરકારે કાર્યવાહી શરુ કરી છે કેન્દ્ર સરકારે અયોધ્યા સાથે સંકળાયેલા કોર્ટનાં ચુકાદાનાં અમલીકરણ પર નજર રાખવા માટે એક ખાસ ડેસ્કની રચના કરી છે. વિશેષ સચિવ જાગેશ કુમારનાં નેતૃત્વવાળી ટીમ સર્વોચ્ચ અદાલતનાં ચુકાદા સાથે સંકળાયેલા તમામ મામલા પર નજર રાખશે, કેન્દ્રીય ગૃહ વિભાગે એક સત્તાવાર હુકમમાં કહ્યું છે કે કોર્ટનાં ચુકાદા પર અમલનું કામ ત્રણ અધિકારીનાં નિરિક્ષણ હેઠળ ચાલશે.

સરકારનાં પગલાને સૌથી મહત્વનું માનવમાં આવે છે. સુપ્રિમ કોર્ટે પોતાના 9 નવેમ્બરનાં દિવસે આપવામાં આવેલા ચુકાદામાં અયોધ્યામાં મંદિર-મસ્જીદ વિવાદનું નિરાકરણ લાવતા વિવાદિત સ્થળે રામ મંદિર બનાવવાનો માર્ગ સાફ કરી દિધો હતો.

અદાલતે મુસ્લિમ પક્ષ ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડને મસ્જીદ માટે 5 એકર જમીન આપવાનો અને મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવાનો પણ હકમ કર્યો હતો.

દરમિયાન યુપી સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અયોધ્યામાં ત્રણ પ્લોટનો પ્રસ્તાવ મોકલ્યો છે,જેમાંથી એક પ્લોટ સુન્ની વકફ બોર્ડને સોંપવામાં આવી શકે છે, હવે તમામ બાબતો જાગેશ કુમારનાં નેતૃત્વવાળું નવું ડેસ્ક જોશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મિર અને લદ્દાખ સાથે સંકળાયેલા વિભાગનું નેતૃત્વ જાગેશ કુમાર કરી રહ્યા છે, જમ્મુ-કાશ્મિરમાંથી કલમ 370 સમાપ્ત કરવાનાં સરકારનાં નિર્ણયમાં કુમારની ભુમિકા મહત્વની હતી,

(11:13 pm IST)