Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

અયોધ્યામાં મંદિર નિર્માણ પહેલા વિ ,હી,પ,એ મોટા કાર્યક્રમનું કર્યું એલાન : દેશભરના 2.75 લાખ ગામમાં પ્રતિમા લગાવશે

રામોત્સવ નામે VHP દેશભરમાં ચલાવશે કાર્યક્રમ: 25 માર્ચથી 8 એપ્રિલ સુધી ચલાવાશે કાર્યક્રમ

 

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પહેલા વિશ્વ હિન્દુ પરિષદએ મોટા કાર્યક્રમનું એલાન કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દેશના 2.75 લાખ ગામડાઓમાં ભગવાનની પ્રતિમા લગાવશે. રામોત્સવના નામથી ચાલનાર કાર્યક્રમ 25 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલે તેનું સમાપન થશે. વર્ષ 1989માં રામ મંદિર આંદોલન દરમિયાન આજ ગામડાઓથી મંદિર નિર્માણ માટે ઈંટો આવી હતી.

  અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે VHP ઘણુ સક્રીય રહ્યું છે હવે નિર્માણ પહેલા તેણે એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્યારે VHPની નજર રામ મંદિર માટે પુજારિયો પર પણ છે. ત્યારે મંદિર માટે દલિત પુજારી પણ ઇચ્છે છે. VHPનું માનવું છે કે દલિત પુજારીની નિમણૂંક દ્વારા સામાજિક સમરસતાનો મોટો સંદેશ આપી શકાય છે. વિહિપનું કહેવું છે કે, મંદિરનું નિર્માણ સરકાર નહીં સમાજના પૈસે થશે.

   રામ મંદિર નિર્માણ માટે સરકાર પણ એક્શનમાં છે. સુપ્રીમ કોર્ટના આવેલ નિર્ણયના અંદાજિત બે મહિના બાદ મોદી સરકારે સંબંધિત મામલાઓને જોવા માટે એક અલગ ડેસ્ક બનાવ્યું છે. તેની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારીઓ કરશે. ગૃહ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે, અયોધ્યા મામલે અને કોર્ટના નિર્ણયથી જોડાયેલ મામલાઓને ત્રણ અધિકારીઓ જોશે. ટીમનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી કરશે.

 

(11:06 pm IST)