Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ભાગેડુ નીરવ મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર: 5મી વાર જામીન અરજી ફગાવી

કોર્ટે નીરવની જ્યૂડિશિયલ કસ્ટડી 30 જાન્યુઆરી સુધી લંબાવી

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક ગોટાળાના આરોપી નીરવ મોદીની લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયો. કોર્ટે નીરવની જ્યૂડિશિયલ કસ્ટડી 30 જાન્યુઆરી સુધી વધારી છે  નીરવ 19 માર્ચ 2019થી લંડનની વાંડ્સવર્થ જેલમાં છે. ભારતની અપીલ પર તેની ધરપકડ થઈ હતી. તેમની જામીન અરજી પાંચવાર ફગાવવામાં આવી છે.

  નીરવ મોદીએ નવેમ્બરમાં હાજર થતી વખતે ધમકી આપી હતી કે, ભારતમાં પ્રત્યાર્પણ થશે તો તે આત્મહત્યા કરી લેશે અને તેમના વકિલે પણ તે દલીલ કરી હતી કે તેમના ક્લાંયન્ટ પર જેલમાં પણ ત્રણવાર હુમલો થઈ ચૂક્યો છે, તે ડિપ્રેશનમાં છે.

  ભારતીય એજન્સીઓ નીરવના પ્રત્યાર્પણના પ્રયાસ કરી રહી છે. મેં મહીનામાં નીરવ મોદીના પ્રત્યાર્પણનો કેસ શરૂ થશે. મુંબઈ સ્થિત પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટે નીરવ મોદીને ભાગેડું જાહેર કર્યો હતો. એટલે કે હવે નીરવ મોદીની સંપત્તિઓ જપ્ત કરી શકાશે.

(8:05 pm IST)