Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધી માતાના દુખ સમજી શકતી નથી : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

કોટામાં બાળકોના મોત માટે યોગી આદિત્યનાથના પ્રહારો : ઉત્તર પ્રદેશમાં રાજકીય નાટકબાજી કરવાની જગ્યાએ રાજસ્થાનમાં પીડિત માતાઓને જઇને મળે : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

લખનૌ, તા. ૨ : રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાં ૧૦૦થી વધુ બાળકોના મોત મામલાને લઇને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસના અધ્યક્ષ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા પર પ્રહારો કર્યા હતા. યોગીએ કહ્યું હતું કે, માતાઓના ખોળા સુના થવા સભ્ય સમાજ, માનવીય મૂલ્યો પર ડાઘ સમાન છે. યોગીએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી મહિલા થઇને પણ માતાઓનું દુખ સમજી શકતી નથી. સોનિયા ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતથી રિપોર્ટની માંગ કરી છે જે મોકલી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઓફિસના ટ્વિટર હેન્ડલથી ગુરુવારે કોટામાં બાળકોના મોત મામલે બે ટ્વિટ કર્યા હતા. એક ટ્વિટમાં પ્રિયંકા પર પ્રહાર કર્યા હતા. યોગીએ કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી વાઢેરા જો ઉત્તરપ્રદેશમાં રાજનીતિક નાટકબાજી કરવાની જગ્યાએ રાજસ્થાનમાં તે ગરીબ પીડિત માતાઓને જઇને મળે, જેમના ખોળા પાર્ટીની સરકારની લાપરવાહીની કારણએ ઉજડી ગઈ છે.

           તેમને કોઇની ચિંતા નથી, કોઇ સંવેદના નથી, જનસેવા પણ નથી માત્રને માત્ર રાજનીતિ કરવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોટા જિલ્લાની જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બરના અંતિમ બે દિવસમાં ઓછામાં ઓછા નવ વધુ બાળકોના મોત થયા છે. આની સાથે જ આ મહિનામાં હોસ્પિટલમાં મરનાર બાળકોની સંખ્યા ૧૦૦થી ઉપર પહોંચી ગઈ છે. ગયા મહિનાની ૨૩-૨૪ ડિસેમ્બરે ૪૮ કલાકમાં ૧૦ બાળકોના મોતને લઇ ભારે હોબાળો થયો હતો. જો કે, હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૨૦૧૮માં ૧૦૦૫ બાળકોના મોત થયા હતા અને ૨૦૧૯માં ૨૦૧૮ની સરખામણીમાં ઓછા મોત થયા છે. વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ મોત જન્મ થયા બાદ ઓછા વજનના કારણએ થઇ રહ્યા છે.

(7:54 pm IST)