Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ર૦ર૦માં મેગા IPO લાવવા રિલાયન્સ જિઓની તૈયારી

રિલાયન્સ જિઓને કરજમુકત કરવા મુકેશ અંબાણીનો નિર્ણય : એક અલગ કંપની બનશે

નવી દિલ્હી, તા. ર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના વડા મુકેશ અંબાણી હવે રિલાયન્સ જિઓને કરજમુકત કરવા જઇ રહ્યા છે. ટાવર અને ફાઇબર-ઇન્ફ્રાસ્ટ્રકચર બાદ મુકેશ અંબાણીએ જિઓના મોબાઇલ બિઝનેસને એક અલગ કંપનીમાં બદલવાનો નિર્ણય કર્યો છે. અહવાલો અનુસાર વર્ષ ર૦ર૦માં રિલાયન્સ જિઓ હવે મેગા આઇપીઓ લાવી શકે છે. અંબાણી ટેલીકોમ બિઝનેસ સાથે સંકળાયેલા જંગી કરજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ને હવાલે કરવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી ટેલિકોમ યુનિટ જિઓ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં કરજમુકત થઇ શકે છે.

અંબાણીએ તમામ ડિજિટલ અને કનેકિટવિટી એસેટને એક નવી ૧૦૦ ટકા સહયોગી કંપની હેઠળ લાવવાનો પણ નિર્ણય કર્યો હતો. આ સાથે અંબાણીએ ૧૦૮૦૦૦ કરોડ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ રજૂ કર્યો છે. જિઓના મામલામાં પબ્લિક કરતા પ્રાઇવેટ રીતે ફંડ એકત્ર કરવાની શકયતા વધુ દેખાય છે. તેથી રિલાયન્સ જિઓ મેગા આઇપીઓ લાવી શકે છે.

(3:58 pm IST)