Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પુરૂષ કર્મચારીઓને પેટરનિટી લીવ આપવા રાષ્ટ્રીય નીતિ

શ્રમ મંત્રાલય ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને એક મહિનાની પેટરનિટી લીવ આપવા નીતિ ઘડશે

નવી દિલ્હી તા. રઃ સરકાર હવે નવા વર્ષમાં પુરૂષ કર્મચારીઓને પણ એક મોટી ગિફટ આપી શકે છે. શ્રમ મંત્રાલય પેટરનિટી લીવ એટલે કે પિતૃત્વ રજાના મામલે એક અલગથી રાષ્ટ્રીય નીતિ ઘડવાની તૈયારી શરૂ કરી ચૂકયું છે. આ મામલે આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ યુનિયન સાથે પરામર્શ કરવા ત્રિપક્ષીય બેઠક પણ યોજાશે.

હાલ પેટરનિટી લીવ માટે કોઇ નેશનલ પોલિસી નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૧પ દિવસની પેટરનિટી લીવ આપવાની જોગવાઇ છે અને તેના આધારે કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીને ૧પ દિવસની પેટરનિટી લીવ આપે છે અથવા કેટલીક કંપની તેનાથી પણ ઓછી લીવ આપે છે.

શ્રમ મંત્રાલય ઇચ્છે છે કે આ જોગવાઇને કાનૂની સ્વરૂપ આપવામાં આવે, જેથી ખાનગી સેકટરના તમામ કર્મચારીઓને તેનો લાભ મળી શકે. આ ઉપરાંત ૧પ દિવસની રજાની મર્યાદા પણ વધારવામાં આવી શકે છે. કુલ વર્ક ફોર્સમાં પુરૂષ કર્મચારીઓની સંખ્યા ૭૦ ટકાથી વધુ છે. તેથી પેટરનિટી લીવ વધારીને એક મહિનાની પણ કરવામાં આવી શકે છે.

(3:58 pm IST)