Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ન્યૂ ઇયરના જશ્નમાં લોકોએ તોડયો દારૂ પીવાનો 'રેકોર્ડ', ૧ અરબ ૪ કરોડનો દારૂ ઢીંચી ગયા

રાજસ્થાનમાં ૩૧ ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ૧૦૪ કરોડનો દારૂ વેચીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે

જયપુર, તા.૨: નવા વર્ષે ૨૦૨૦ની શરૂઆત થઇ ચૂકી છે. દેશ-દુનિયામાં જોરશોર સાથે નવ વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર પર ઉજવણીના મામલે રાજસ્થાન પણ પાછળ ન રહ્યું અને અહીં ૩૧ ડિસેમ્બરની રાત્રે લોકોએ ૧ અરબ ૪ કરોડનો દારૂ ઢીંચી નાખ્યો.

નવા વર્ષના આગમન અને ૨૦૧૯દ્ગચ અલવિદા કહેવા માટે દેશ દુનિયામાં લોકોએ પોત પોતાના અંદાજમાં ઉજવણી કરી. કયાંક ડીજે પાર્ટીનું આયોજન થયું તો કયાં લોકો નશામાં ઝૂમ્યા. નવા વર્ષની ઉજવણીમાં પિયક્કડોએ એક રાતમાં ૧ અરબ ૪ કરોડનો દારૂ ગટગટાવી ગયા. એક દિવસના રેકોર્ડબ્રેક આબકારી વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. નવા વર્ષના સ્વાગત માટે શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને કલબોમાં પાર્ટીઓ થઇ. તેમાં લોકોએ ખૂબ દારૂના જામ છલકાવ્યા. રસપ્રદ વાત એ છે કે દારૂ પીરસવા માટે હોટલ-બાર ઉપરાંત કામચલાઉ લાયસન્સ ઇશ્યૂ કર્યા હતા.

દારૂની દુકાનોમાં મોડી રાત સુધી લોકોની ભીડ જોવા મળી હતી. રાજસ્થાનમાં ૩૧ ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ૧૦૪ કરોડનો દારૂ વેચીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ૩૧ ડિસેમ્બરના રોજ સાંજથી માંડીને મોડી રાત સુધી ન્યૂ ઇયર સેલિબ્રેશન થઇ રહ્યું છે. રાજસ્થાનમાં એક જ રાતમાં ૧ અરબ ૦૪ કરોડ રૂપિયાનો દારૂ અને બિયરનું વેચાણ થયું. આ રેકોર્ડ એ વાતનો ઇશારો કરે છે કે રાજસ્થાનમાં ન્યૂ ઇયરની ઉજવણીમાં દારૂ પીવાનું ચલણ વધી રહ્યું છે. શહેરના બીયર બાર, હોટલ વગેરેમાં મનમૂકીને દારૂ વેચાયો હતો.

વર્ષ ૨૦૧૮ની વિદાયના દિવસની સ્થિતિ જોઇએ તો ૬૩ કરોડનો દારૂ ગટકી જયા અને વર્ષ ૨૦૧૯ની વિદાયના અંતિમ દિવસે ૪૧ કરોડ રૂપિયાના દારૂ અને બિયરનું વધુ વેચાણ થયું. દારૂના વધતા જતાં વેચાણના આંકડાથી સરકારી ખજાનાને ફાયદો થઇ રહ્યો છે. આબકારી વિભાગના આંકડા અનુસાર ૩૦ અને ૩૧ ડિસેમ્બરના રોજ કુલ ૧ અરબ ૭૧ કરોડનો દારૂ વેચાયો ચે. ૩૦ ડિસેમ્બરના રોજ ૬૭ કરોડ ૬૭ લાખ અને ૩૧ ડિસેમ્બર ૧૦૪ કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હતું. એવામાં આબકારી વિભાગે વધુ ટાર્ગેટ પ્રાપ્ત થયો હોવાનો દાવો રજૂ કર્યો છે.

બદલાતા જમાનાની સાથે ફકત લોકોની ખાણીપીણીની રીત બદલાઇ છે એવું નથી નથી પરંતુ જીવનશૈલીમાં પણ મોટો ફેરફાર થયો છે. તેની જાણ આ વાતથી થાય છે કે ૩૦ અને ૩૧ ડિસેમ્બરના રોજ રાત્રે ૧ અરબ ૭૧ કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો. તેમાં ૪૦ કરોડ રૂપિયાની બીયર અને ૧ અરબ ૩૧ કરોડના અંગ્રેજી દારૂનું વેચાણ થયું જોકે નવા વર્ષમાં પીનારાઓ દૌર હજુ યથાવત છે.

(3:56 pm IST)