Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પાકિસ્તાનમાં પેટ્રોલ ૧૧૬ રૂપિયાઃ ડિઝલ ૧૨૭નું લીટરઃ ૧૦ કિલો લોટ ૭૦૦નોઃ ૧૭૯૧નો ગેસનો બાટલો

ગાભા કાઢે તેવી મોંઘવારીથી લોકો-સરકાર પરેશાન

ઇસ્લામાબાદ, તા૨: પહેલાંથી જ કમરતોડ મોંદ્યવારીનો શિકાર પાકિસ્તાનના લોકોએ નવા વર્ષના પહેલાં દિવસે જ મોંદ્યવારીનો આંચકો લાગ્યો છે. પેટ્રોલ, ડીઝલ, રસોઇ ગેસ તથા લોટના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં ૨ રૂપિયા ૬૧ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેનો ભાવ વધીને ૧૧૬ રૂપિયા ૬૦ પૈસા પ્રતિ લીટર થઇ ગયો છે.

ડીઝલના ભાવમાં ૩ રૂપિયા ૧૦ પૈસાનો વધારો થયો છે. હવે એક લીટર ડીઝલની કિંમત ૧૨૭ રૂપિયા ૨૬ પૈસા થઇ ગઇ છે. 

સૌથી મોટો ઝટકો દ્યરેલૂ રાંધણ ગેસના સિલિન્ડરે આપ્યો છે. ૧૧.૮ કિલોના એક દ્યરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત એક ઝાટકે ૨૨૭ રૂપિયા ૭૯ પૈસા વધી ગઇ છે. હવે એક સિલિન્ડરની કિંમત ૧૫૧૩.૬૯ રૂપિયાથી વધીને ૧૭૯૧.૪૮ રૂપિયા થઇ ગઇ છે. કેરોસીનના ભાવમાં ૩ રૂપિયા ૧૦ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

ફકત પેટ્રોલિયમ ઉત્પાદનો મોંદ્યા નથી થયા પરંતુ સરકારે લોટની કિંમતમાં પણ ભારે વધારો કરી દીધો છે. બલોચિસ્તાનમાં લોટના ૨૦ કિલોના થેલાના ભાવમાં ૮૦ રૂપિયાનો વધારો કર્યો છે. હવે ૨૦ કિલો લોટના થેલો ૧૧૦૦ રૂપિયામાં મળી રહ્યો છે.

કરાચીમાં તો લોટ એના કરતાં પણ મોંદ્યો મળી રહ્યો છે. અહીં દસ કિલોના લોટના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે દસ કિલો લોટના થેલાની કિંમત ૭૦૦ રૂપિયા થઇ ગઇ છે.

(3:55 pm IST)