Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

રાજસ્થાન, મ.પ્ર. તથા સમગ્ર ઉત્તર ભારતને ઠંડીથી આંશિક રાહત : દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર સ્તરે

દક્ષિણ ગુજરાતથી ઉત્તર પશ્ચિમી મધ્યપ્રદેશ સુધી ટ્રફ લાઈન બની, જેથી હવામાનમાં પલટો

નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆત સાથે રાજસ્થાન, ઉત્ત્।રપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ઉત્ત્।ર ભારતના રાજયોમાં ઠંડીના કારણે થોડી રાહત મળી છે. ગુરુવારે સવારે ઘણા શહેરોના તાપમાનમાં ૩ સેલ્સિયસ થી ૪ સેલ્સિયસનો વધારો થયો હતો. જો કે, પંજાબ અને હરિયાણાની દ્યણી જગ્યાઓએ પારો શૂન્યની આસપાસ રહ્યો છે. દિલ્હીમાં સામાન્ય તાપમાન ૬.૬ સેલ્સિયસ છે. બુધવારે તાપમાન સામાન્યથી ૫ ડિગ્રી ઓછું હતું. ધુમ્મસના કારણે ઉત્ત્।ર રેલવેની ૨૫ ટ્રેન મોડી ચાલી રહી છે. સાથે જ દિલ્હી અને નોઈડામાં હવાની ગુણવત્ત્।ા (એર કવોલિટી) ગંભીર સ્તરે પહોંચી ગઈ છે.

મધ્યપ્રદેશના ૪૦થી વધારે શહેરોમાં નવા વર્ષની શરૂઆત વરસાદ અને બરફ સાથે થઈ હતી.દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટિના જણાવ્યા પ્રમાણે, આનંદ વિહારમાં એર કવોલિટી ઈન્ડેકસ (AQI)૪૧૮, આરકે પુરમમાં ૪૨૬, રોહિણીમાં ૫૪૭, નોઈડાના સેકટર-૧૧૬માં ૪૨૧ અને સેકટર-૧માં ૪૨૯ નોંધાયો હતો. જે વાયુ પ્રદુષણની ગંભીર સ્થિતિ છે. એર કવોલિટી ઈન્ડેકસને ૦-૫૦ વચ્ચે સારૂ,૫૧-૧૦૦ વચ્ચે સંતોષજનક, ૧૦૧ થી ૨૦૦ વચ્ચે સામાન્ય,૨૦૧થી ૩૦૦ વચ્ચે ખરાબ, ૩૦૧થી ૪૦૦ વચ્ચે એકદમ ખરાબ અને ૪૦૧થી ૫૦૦ વચ્ચે ગંભીર માનવામાં આવે છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં બુધવારે તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉનાળામાં અહીંયાનું તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પંજાબ અને હરિયાણામાં ઘણા સ્થળો પર તાપમાન ૦.૩ સેલ્સિયસ નોંધાયું હતું. પઠાનકોટ, આદમપુર, હલવારા, ભટિંડા, ફરીદકોટ અને ગુરદાસપુરમાં સામાન્ય તાપમાન ૦.૮થી ૨.૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હિમાચલના કેલોંગમાં તાપમાન શૂન્યથી ૧૦ સેલ્સિયસ નીચેઅમૃતસર અને હરિયાણામાં અંબાલ. હિસાર અને કરનાલમાં પણ આવી સ્થિતિ રહી હતી. હિમાચલ પ્રદેશમાં બુધવારે શુષ્ક અને ઠંડું વાતાવરણ રહ્યું હતું. અહીંયા કેલોંગમાં રાજયનું સૌથી ઓછું તાપમાન શૂન્યથી ૧૦ સેલ્સિયસ ઓછું નોધાયું હતું. કિન્નૌર જિલ્લાના કલ્પામાં સામાન્ય તાપમાન શૂન્ય કરતા ૪.૧ સેલ્સિયસ ઓછું રહ્યું હતું.

મધ્યપ્રદેશના ભોપાલ- ગ્વાલિયર, ખજૂરાહોમાં સવારે ધુમ્મસ છવાયું હતું. ભોપાલમાં તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જબલપુર, સાગર, પચમઢી, હોશંગાબાદ, નરસિંહપુર, બાલાઘાટ સહિત ૪૦ શહેરોમાં વરસાદ થયો. ઘણી જગ્યાઓએ બરફ પણ પડ્યો હતો. વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિક એકે શુકલાના જણાવ્યા પ્રમાણે, રાજયમાં રાતના તાપમાનમાં વધારો થવાની શકયતાઓ છે, તેનાથી ઠંડીમાં રાહત મળી શકે છે. આગામી બે-ત્રણ દિવસમાં હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય.(૩૭.૧૧)

રાજસ્થાન

તાપમાન

ચુરુ

૭.૬

જયપુર

૧૧.૬

બિકાનેર

૫.૮

કોટા

૧૨.૦

જેસલમેર

૬.૨

ફલોદી

૫.૦

ગંગાનગર

૫.૪

મધ્યપ્રદેશ

તાપમાન

ભોપાલ

૧૪.૦

સાગર

૧૨.૨

ઈન્દોર

૧૪.૪

જબલપુર

૧૫.૦

ગ્વાલિયર

૧૦.૬

હરિયાણા

તાપમાન

હિસાર

૪.૪

અંબાલા

૭.૨

ચંદીગઢ

૬.૬

દિલ્હીના વિસ્તાર

તાપમાન

પાલમ

૭.૮

સફદરગંજ

૫.૮

નવી દિલ્હી

૬.૬

ઉત્તરપ્રદેશ

તાપમાન

પટના

૧૧.૮

ગયા

૧૨.૮

બરેલી

૧૦.૦

આગરા

૭.૨

લખનઉ

૧૦.૦

વારાણસી

૧૧.૦

ગોરખપુર

૧૨.૨

(3:54 pm IST)