Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ગંભીર ગુનાના આરોપીઓની અપીલની તક ઘટાડાશે

હાલ ટ્રાયલ કોર્ટથી છેક સુપ્રીમ કોર્ટ સુધી આરોપીઓને અપીલની અનેક તકો મળે છે, જેના કારણે મોટાભાગના કેસમાં સમયસર ચુકાદા છતા તેનો અમલ થઈ શકતો નથી

નવી દિલ્હી, તા.૨: દેશમાં મહિલાઓ સામેના અપરાધ સહિતના અત્યંત ગંભીર અપરાધોમાં તપાસની અદાલતી કાર્યવાહીમાં જે લાંબો સમય જાય છે અને આરોપીઓ સજાથી બચવા કે પછી પાછી ઠેલાય તે માટે કાનૂનની દરેક છટકબારી- વિકલ્પોનો ઉપયોગ કરીને 'ન્યાય' ના હેતુ સામે જ પ્રશ્ર્ન ઉઠાવે છે તે મુજબ હવે સ્પષ્ટ અને ઝડપી ન્યાય માટે કેન્દ્ર સરકાર ભારતીય ફોજદારી ધારા અને કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીજર (સીઆરપીએફ) તથા એવીડન્સ એકટમાં ફેરફાર લાવવા જઈ શકે છે.

હાલમાં જ નિર્ભયા કાંડના આરોપીઓને ૨૦૧૭માં છેક સર્વોચ્ચ અદાલતે ફાંસીની સજાનો ચૂકાદો બહાલ રાખ્યો છતાં ૨૦૨૦ના પ્રારંભ સુધી તેઓને ફાંસી આપી શકાઈ નથી તેનાથી 'ન્યાય'ની સમયપાલનતા સાથે પ્રશ્નો ઉઠયા છે અને દરેક કાનૂની વિકલ્પો જે રીતે સર્વોચ્ચ અદાલત સુધી અપનાવે છે તેથી આ કાનૂની છટકબારીઓ સામે પણ પ્રશ્ર્ન ઉભા થયા છે. સરકારે આ મુદે નિષ્ણાંતો પાસેથી ભલામણો મેળવીને તેના પર આગળ વધવાનો નિર્ણય લીધો છે. બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા પણ આ અંગે ઈન્ડીયન પીનલ (આઈપીસી) તથા કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીજર (સીઆરપીસી) અને એવીડન્સએકટ (પુરાવાધારા)માં સુધારાનો નિર્ણય લીધો છે.

હાલ ટ્રાયલ કોર્ટથી છેક સુપ્રીમ કોર્ટ સુધી આરોપીઓને અપીલની અનેક તકો મળે છે. જેના કારણે મોટાભાગના કેસમાં સમયસર ચુકાદા છતા તેનો અમલ થઈ શકતો નથી. ઉપરાંત ભારતીય ફોજદારી ધારો છેક ૧૮૬૦ના સમયનો ઈન્ડીયન એવીડન્સ એકટ ૧૮૭૨ અને ક્રીમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩માં અમલી બન્યો છે. ત્યારબાદ ગુનાની પદ્ઘતિમાં પણ બદલાઈ છે. ટેકનોલોજી પણ અપરાધીમાં અપનાવે છે અને પોલીસ તપાસ એજન્સીઓ પણ પુરાવા માટે ફોરેન્સીક પુરાવા તથા હવે સોશ્યલ મીડીયા સહિતના માધ્યમના પુરાવા પણ ઉપયોગ કરે છે પણ તે અદાલતમાં એવીડન્સ એકટ હેઠળ આવતા નથી અથવા તેની મર્યાદા છે. ફ્રાન્સ જેવા દેશમાં ન્યાયમાં ઝડપમાં દરેક તપાસ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કક્ષાએ મોનેટરીંગ થાય છે. જેનાથી આરોપો સાબીત થવાની શકયતા વધી છે. ભારતમાં અદાલતો સાક્ષી તથા સીધા પુરાવા પર જાય છે અને બન્ને પક્ષો ધારાશાસ્ત્રીથી જ રજુઆત કરે છે.

ભૂતકાળમાં માલીમાય કમીટીએ પણ ૨૦૦૩માં આ પ્રકારની ભલામણો કરી હતી જેમાં ગંભીર ગુન્હામાં આરોપીઓની અપીલની તથા નવા મુદાઓ ઉઠાવવાની તક દ્યટાડશે અને જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ખુદ તપાસનું મોનેટરીંગ કરીને તેને ફુલપ્રુફ બનાવશે. સરકાર આ ઉપરાંત અપરાધોની તપાસ માટે પોલીસને પ્રશિક્ષિત કરવા પોલીસ યુનિ. તથા પોરેન્સીક સાયન્સ યુનિ. એ રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાની હાલના ગૃહમંત્રી અમિત શાહે તરફેણ કરી છે જેની તપાસ આધુનિક ટેકનોલોજી આધારીત બનશે.

(3:54 pm IST)