Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સ્માર્ટ ફોન પર પોર્ન જોવામાં ૨૦૧૯માં ભારત સૌથી આગળ

ભારતમાં ૮૯ ટકા લોકોએ મોબાઈલ ડીવાઈસના માધ્યમથી પોર્ન નિહાળ્યું: અમેરિકા ૮૧ ટકા સાથે બીજા અને ૭૯ ટકા સાથે બ્રાઝીલ ત્રીજા ક્રમે

નવી દિલ્હી, તા. ૨ :. દેશમાં જે સ્પીડથી સ્માર્ટ ફોનનુ ચલણ વધી રહ્યુ છે એ રફતારથી પોર્ન જોવાવાળાની સંખ્યા પણ વધી રહી છે. ૨૦૧૯માં સ્માર્ટ ફોન પર પોર્ન જોવાના મામલામાં ભારત સૌથી આગળ રહ્યુ છે. નવા રીપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં ૨૦૧૯માં ૮૯ ટકા લોકોએ મોબાઈલ ડીવાઈસના માધ્યમથી પોર્ન જોયુ છે. આ આંકડો વર્ષ ૨૦૧૭થી ૩ ટકા વધુ છે. ૨૦૧૭માં ૬૬ ટકાનો આંકડો હતો.

એડલ્ટ એન્ટરટેઈનમેન્ટ સાઈટ પોર્ન હબના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં પ્રત્યેક ૪માંથી ૩ લોકો મોબાઈલ પર પોર્ન જોવે છે. ૨૦૧૯માં પોર્ન હબના મોબાઈલ ટ્રાફીકનો હિસ્સો ૭૭ ટકા પહોંચી ગયો છે. જે એક વર્ષના મુકાબલે ૧૦ ટકા વધુ છે.

મોબાઈલ પર પોર્ન જોવાના મામલામાં અમેરિકા ૮૧ ટકા સાથે બીજા ક્રમે અને ૬૯ ટકા સાથે બ્રાઝીલ ત્રીજા ક્રમે છે. તો જાપાનમાં ૭૦ ટકા લોકો તો યુકેમાં ૭૪ ટકા લોકોએ મોબાઈલ પર પોર્ન જોયુ છે. સસ્તા ડેટા પ્લાન અને સ્માર્ટ ફોન સસ્તા થતા દેશમાં પોર્ન જોવાવાળાની સંખ્યા વધી છે. ભારતમાં ૪૫૦ મીલીયનથી વધુ સ્માર્ટ ફોન વપરાશકારો છે અને સસ્તા ડેટા પ્લાનને કારણે યુઝર્સ માટે મોબાઈલ પર ઈન્ટરનેટ સર્ફિંગ શરૂ થઈ ગયુ છે.

ભારતમાં પ્રતિ સ્માર્ટ ફોન ડેટાનુ વેચાણ સૌથી વધુ છે. એક સ્માર્ટ ફોન પર સરેરાશ ૯.૮ જીબી ડેટા પ્રતિ માસ ખર્ચ થાય છે. જે ૨૦૨૪ સુધીમાં ડબલ થઈ ૧૮ જીબી થઈ જશે. ૨૦૨૧ સુધીમાં ભારતના કુલ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધીને ૮૨૯ મીલીયન થઈ જશે.

(3:39 pm IST)