Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

મહારાષ્ટ્ર -ઝારખંડના પરિણામોથી પાર્ટી રાજી- રાજી

કોંગ્રેસમાં યુવા નેતાઓને મળશે મોટી જવાબદારી

નવી દિલ્હી,તા.૨: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં યોગ્ય પ્રદર્શન બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જલ્દી તેમની ટીમાં બદલાવ કરી શકે છે. પક્ષના સૂત્રોનાઙ્ગ જણાવ્યા મુજબ, યુવા નેતાઓને સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે. પક્ષની અંદર વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું અધ્યક્ષ તરીકે વાપસીના અટકળ લગાવામાં આવ્યા છે. એવામાં આ બદલાવ રાહુલ ગાંધીની વાપસી રાહ નક્કી કરશે.

કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ સોનિયા ગાંધીના અનેક પ્રદેશ કોંગ્રેસ કમીટીઓને ભંગ કરીને નવી રીતથી સંગઠનનું ગઠન કર્યું છે. પરંતુ એઆઈસીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોમાં તેઓએ કેટલાક મામૂલી બદલાવ કર્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષે યુવા નેતા વિજય ઇંદર સિંગલાને પક્ષ ખજાનચી અહમદ પટેલ સહયોગી નિયુકત કર્યા છે. વિજય સોન્ગલ પક્ષની સંપત્ત્િ।ઓની દેખરેખની જવાબદારી સંભાળે છે. પક્ષ નેતાઓનું માનવું છે કે બદલાવમાં યુવાઓને મોકો આપવામાં આવશે.

બીજી બાજુ સચીવોનું તેમના પ્રદર્શનના આધાર પર જવાબદારી સોંપવાની સંભાવના છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી દસ ઓગસ્ટે બીજી વાર જવાબદારી સંભાળી છે.ત્યારબાદથી તે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીમની સાથે કામ કરી રહી છે.

(3:29 pm IST)