Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

રાષ્ટ્રિય વસતી રજીસ્ટર (NPR) માં આ ૮ વધારાના પ્રશ્નો પુછાશે

નવી દિલ્હી :.. રાષ્ટ્રીય વસ્તી રજીસ્ટર (એનપીઆર) ર૦ર૦ માં એનપીઆર ર૦૧૦ ની સરખામણીમાં ૮ વધારાના પ્રશ્નો પુછાશે. તેમ ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે.

એનપીઆરની પ્રક્રિયા આસામ સિવાય આખા દેશમાં ૧ એપ્રીલથી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન હાથ ધરવામાં આવશે.

એનપીઆર ર૦ર૦ માં ૮ નવા પ્રશ્નો આ છે.

(૧) આધાર કાર્ડ (વૈકલ્પિક)

(ર) મોબાઇલ નંબર

(૩) માતા પિતાની જન્મ તારીખ અને જન્મ સ્થળ

(૪) છેલ્લા રહેઠાણનું સ્થળ

(પ) ભારતીય પાસપોર્ટનો નંબર

(૬) મતદાર ઓળખ પત્રનો નંબર

(૭) પાન કાર્ડ નંબર

(૮) ડ્રાઇવીંગ લાઇસન્સ નંબર

(3:28 pm IST)