Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

રાજયપાલ સરકાર આમને સામને

કેરળનો CAA વિરોધી ઠરાવ ગેરબંધારણીય છેઃ આરિફ મોહમ્મદ ખાન

કોચી, તા.૨: કેરળ વિધાનસભાએ CAAનો અમલ નહીં કરવાનો કરેલો ઠરાવ ગેરબંધારણીય છે એવી સ્પષ્ટ વાત કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કરી હતી.

એક સમયે આરિફ મોહમ્મદ ખાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચૂકયા હતા. હાલ તેઓ કેરળના ગવર્નર છે.

તેમણે કહ્યું કે નાગરિકતા સંપૂર્ણપણે કેન્દ્ર સરકારનો વિષય . કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાનો વિરોધ કોઇ રાજય કદી કરી શકે નહીં. એટલે કેરળ વિધાનસભાએ કરેલો CAA વિરોધી ઠરાવ ગેરકાયદે અને ગેરબંધારણીય છે.

કેરળ સરકારે આ અઠવાડિયેજ વિધાનસભામાં CAA વિરોધી પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને વિધાનસભાએ મંજૂર રાખ્યો હતો. કેરળ વિધાનસભામાં ભાજપનો એક માત્ર ધારાસભ્ય છે એણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો પરંતુ એમના વિરોધનું કશું ઊપજયું નહોતું.

અત્રે એ યાદ રહે કે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે જે રાજયો CAAનો વિરોધ કરે છે તેમણે પોતાની પસંદગીના કાનૂની નિષ્ણાતોનો અભિપ્રાય લેવો જોઇએ. કેન્દ્ર દ્વારા દ્યડવામાં આવેલા કોઇ કાયદાનો અમલ કરવાની ના રાજયો પાડી શકે નહીં.

(3:27 pm IST)