Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઉપવાસથી હ્ય્દય, આંતરડા અને મગજને મળે છે શકિત થાય છે અનેક

નિયમિત અંતરે ઉપવાસથી શરીરને થાય છે અનેક ફાયદાઃ જો કે ડાયાબીટીસવાળા લોકો માટે ફાયદાકારક નથી

નવી દિલ્હીઃ  દુનિયાભરના અનેક વિજ્ઞાનીકો ઉપવાસ ના ફાયદાઓ બાબતે સતત રિસર્ચ અને સ્ટડી કરી રહ્યા છે અભ્યાસમાં એ વાત સામે આવી છે કે થોડા થોડા દિવસે ઉપવાસ કરવાથી અનેક જાતના આરોગ્ય વિષયક ફાયદાઓ થાય છે તેમાં વજન ઘટાડવાથી માંડીને હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સામેલ છે

અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ  ઓફ એજીંગ ની ન્યુરોસાયન્સ લેબોરેટરીના પ્રમુખ અને જોન હોપકિન્સ યુનિવર્સિટી માં ન્યુરો સાયન્સના પ્રોફેસર માર્કમેટસન છેલ્લા કેટલાય વર્ષોથી આ વિષય પર સ્ટડી કરી રહ્યા છે તેમના કહેવા અનુસાર ઉપવાસ કરવાથી હૃદય માસપેશીઓ આંતરડા અને શરીરના અન્ય અંગો વધારે સારી રીતે કામ કરી શકે છે. અને તેના લીધે મગજની શકિત વધે છે.

પ્રોફેસર  માર્ક અનુસાર ઉપવાસ દરમ્યાન ઉર્જાની ખપત ઓછી થવાથી મગજ ન્યુરોડીજનરેટીવ (ઉમરની સાથે સંકળાયેલા રોગ) બિમારીઓને રોકવામાં સફળ થાય છે. તેના લીધે યાદશકિત વધે છે. અને મૂડ  ખૂશમિજાજ રહે છે.

ગુડગાવ ખાતે આવેલ વેદાંતા ધ મીડીસીટીના એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. અંબરિષ મિત્તલ અનુસાર , જે લોકો ડાયાબીટીસ થી પીડાતા હોય તેમના માટે ઉપવાસ નુકશાન કારક છે.  ઉપવાસથી ઘણા લોકોના આરોગ્ય પર અવળી અસર પણ થઇ શકે છે.

નવી દિલ્હી ખાતે આવેલ એપોલો હોસ્પિટલના સીનીયર નેફ્રોલોજીસ્ટ ડો.ડી.કે.અગ્રવાલના મતે સ્વસ્થ વ્યકિતઓ માટે અઠવાડીયે - પંદર દિવસે ઉપવાસ રાખવો ફાયદાકારક બની શકે  છે. પણ અસ્વસ્થ વ્યકિત માટે ઉપવાસ રાખવો નુકશાનકારક સાબિત થઇ શકે છે.

(3:26 pm IST)