Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

દિલ્હીના ઉદ્યોગનગરમાં એક ફેકટરીમાં આગ ભભૂકી : ફાયર બ્રિગેડના જવાનો સહીત અનેક લોકો ફસાયા

નવી દિલ્હી : દિલ્હીના ઉદ્યોગનગરના પીરાગઢીની એક ફેક્ટરીંમાં આગ લાગી છે. ત્યારે આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની 7 ગાડીઓની મદદ લેવામાં આવી છે. આગ પર કાબૂ મેળવવા સમયે ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં, બિલ્ડિંગનો એક ભાગ ધરાસાયી થઈ ગયો હતો જેના કારણે ફાયરબ્રિગેડના જવાનો સહિત અનેક લોકો ફસાયા હતા.

  સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં આગ વ્હેલી સવારે લાગી હતી. આગની જ્વાળા એટલી જોરદાર હતી કે થોડીવારમાં જ આગ ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. આગ લાગવાને કારણે બિલ્ડિંગમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો જેના કારણે ફેક્ટરીની ઈમારતનો એક ભાગ ધરાસાયી થઈ ગયો હતો જેમાં અનેક લોકો ફસાયા હતા. ત્યારે આગ પર કાબૂ મેળવવાની સાથે ફસાયેલા લોકોને બહાર કાઢવાની પણ કવાયત હાથ ધરાઈ છે. આગ કઈ રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.

(1:41 pm IST)