Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

યુપીમાં આંટા મારવાને બદલે પ્રિયંકાએ કોટામાં મૃત્યુ પામેલા બાળકોના માતા-પિતાને મળવાની જરૂર હતી

માયાવતીએ ટ્વિટ કરીને ગેહલોત સરકાર તેમજ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા

લખનઉ,તા.૨:બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે ઉત્ત્।ર પ્રદેશમાં આંટા મારવાને બદલે પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનના કોટા શહેરમાં મરણ પામેલાં બાળકોનાં માતાપિતાને મળવાની જરૂર હતી. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને કોટાની હોસ્પિટલમાં તાજેતરમાં સંખ્યાબંધ બાળકો મરણ પામ્યાં હતાં. એ સંદર્ભમાં માયાવતી બોલી રહ્યાં હતાં.

માયાવતીએ ટ્વીટર પર લખ્યું હતું કે કોટામાં ૧૦૦ બાળકોનાં મરણ થયાં છે. એ બાળકોની માતાઓને મળીને આશ્વાસન આપવાને બદલે પ્રિયંકા ઉત્ત્।ર પ્રદેશમાં આંટા મારે એ તેમનો રાજકીય સ્વાર્થ અને નાટકબાજી દેખાડે છે.

માયાવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે સો સો બાળકો મૃત્યુ પામ્યા છતાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર કે મુખ્ય પ્રધાન ગેહલોત આ મુદ્દે ઉદાસીન અને લાપરવા રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કોટા જવાની અને મરણ પામેલાં બાળકોની માતાઓને ધીરજ બંધાવવાની તાતી જરૂર હતી. ઉત્ત્।ર પ્રદેશની બાબતોમાં બોલી રહેલી પ્રિયંકા કોંગ્રેસ શાસનવાળા રાજસ્થાનની દ્યટનાઓ અંગે કેમ ચૂપ રહ્યાં છે ? એવો સવાલ માયાવતીએ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના સ્વાર્થ પ્રેરિત રાજકારણનો આ એક દુઃખદ નમૂનો છે. રાજસ્થાનમાં તેમના પક્ષની નેતાગીરીની બેદરકારીથી એકસો બાળકો અકાળે મરણ પામ્યાં.

(1:09 pm IST)