Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ગણતંત્ર પેરડ : બંગાળનો ટેબ્લો સામેલ નહીં થઇ શકે

પશ્ચિમ બંગાળનું અપમાન કરાયું છે : ટીએમસી : સમિતિએ બેઠકમાં પશ્ચિમ બંગાળના પ્રસ્તાવને આગળ ન વધારવાનો નિર્ણય કર્યો : માત્ર ૨૨ ટેબ્લો શોર્ટ લિસ્ટમાં

કેન્દ્ર સરકારે ૨૬ જાન્યુઆરીએ થનાર ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળના ટેબ્લો(નાટકનું પરિમાણકારક દૃશ્ય)નો સમાવેશ કર્યો નથી. રક્ષા મંત્રાલયે બુધવારે જણાવ્યું કે બંગાળ સરકારના ટેબ્લોનો પ્રસ્તાવ એક્સપર્ટ્સની સમિતિની પાસે બે વખત ગયો. બીજી બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ તેને ઠુકારાવવામાં આવ્યો છે. અગાઉ ૨૦૧૮માં પણ બંગાળના ટેબ્લોને પરેડમાં સામેલ કરવામાં આવ્યું ન હતું. આ વર્ષે પરેડ સમારંભ માટે કુલ ૫૬ ટેબ્લોના પ્રસ્તાવ આવ્યા હતા, જેમાંથી ૨૨ની પસંદ થયા છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારો સમારંભના મુખ્ય અતિથિ હશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, બંગાળ સરકારના ટેબ્લોને પહેલા પરેડની પ્રક્રિયા પ્રમાણે પસંદ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૦ની ગણતંત્ર દિવસની પરેડમાં કુલ ૫૬ ટેબ્લોના પ્રસ્તાવ આવ્યા હતા.

           તે ૩૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રાલયો કે વિભાગમાંથી આવ્યા હતા. તેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧૬ અને મંત્રાલયો તથા વિભાગોના ૬ ટેબ્લોને પરેડ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેના માટે એક્સપર્ટ સમિતિએ બેઠકના ૫ રાઉન્ડ કર્યા હતા. ગણતંત્ર દિવસ પરેડ માટે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાંથી પ્રસ્તાવ મંગાવવામાં આવે છે. ટેબ્લોનું સિલેક્શન એક એક્સપર્ટ સમિતિ કરે છે. જેમાં કલા, સંસ્કૃતિ, ચિત્રકલા, મૂર્તિકલા, સંગીત, વાસ્તુકલા અને નૃત્યુકલા સાથે સંબંધિત વ્યક્તિ સામેલ હોય છે. આ સમિતિ પ્રસ્તાવો પર વિચાર કરીને પોતાની ભલામણો રક્ષા મંત્રાલયને મોકલે છે. સમયની ડેડલાઈનને જોતા સીમિત સંખ્યામાં ટેબ્લોની પસંદગી થાય છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકારની વચ્ચે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને સતત ટક્કર ચાલી રહી છે. ગણતંત્ર દિવસની પરેડમાં બંગાળના ટેબ્લોને સામેલ ન કરવાના કારણે બંને સરકારોમાં ઘર્ષણ વધી શકે છે. ૨૦૧૮માં પણ બંગાળના ટેબ્લોને પરેડમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

(7:50 pm IST)