Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર, સરકાર રજા સાથે જોડાયેલો નિયમ બદલી શકે છે!

શ્રમ મંત્રાલય પેટરનિટી લીવ એટલે કે પિતૃત્વ રજા અંગે અલગથી : નેશનલ પોલિસી બનાવવાની તૈયારી શરૂ કરી ચુકયું છે

નવી દિલ્હી, તા.૨: સરકાર નવા વર્ષે પુરુષ કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. CNBC આવાઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે શ્રમ મંત્રાલય પેટરનિટી લીવ એટલે કે પિતૃત્વ રજા અંગે અલગથી નેશનલ પોલિસી બનાવવાની તૈયારી શરૂ કરી ચુકયું છે. આ માટે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT) અને ઇન્ડસ્ટ્રી સાથે પણ ચર્ચા થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કન્સલ્ટેશનની પ્રક્રિયાને વધારવામાં આવશે, તેમજ સરકાર સાથે ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રડ યુનિયનોની ત્રિપક્ષીય બેઠકો થશે. જેમાં આ મામલે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે હાલમાં પેટરનિટી લીવ મામલે કોઈ જ નેશનલ પોલિસી નથી. હાલ કેન્દ્રીય કર્મચારીઓને ૧૫ દિવસની પેટરનિટી લીવ આપવાની જોગવાઈ છે. જે પ્રમાણે ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓને ૧૫ દિવસની પેઇડ લીવ આપે છે. અમુક કંપનીઓ પોતાની રીતે સાત કે દસ દિવસની રજા પણ આપે છે. હાલમાં મોટાભાગની કંપનીઓ આ લાભ પોતાના કર્મચારીઓને નથી આપી રહી. શ્રમ મંત્રાલય ઇચ્છી રહ્યું છે કે આને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે. પોલિસી તરીકે લાવવાથી ખાનગી સેકટરમાં કામ કરતા કર્મચારીઓને પણ ફાયદો મળે. આ સાથે જ ૧૫ દિવસની સીમાને પણ વધારવામાં આવે. જોકે, જાણકાર લોકોના કહેવા પ્રમાણે મેટરનીટની લીવની જેમ આને વધારીને ૨૬ અઠવાડિયા નહીં કરવામાં આવે. કારણ કે અમુક વર્કફોર્સમાં પુરુષ કર્મચારીઓની સંખ્યા ૭૦ ટકાથી વધારે છે. એટલે કે આ રજાને વધારીને એક મહિનો કરવામાં આવી શકે છે.

સરકાર એ વાત અંગે પણ તૈયારી કરી રહી છે કે પુરુષ અને મહિલા કર્મચારીઓની રજાના ગેપને ઓછો કરવામાં આવે, જેનાથી ખાનગી કંપનીઓને મહિલા કર્મચારીઓની ભરતી કરવા માટે પ્રોત્સાહન મળે.નોંધનીય છે કે આ તમામ પ્રક્રિયા હાલમાં પ્રાથમિક તબક્કામાં છે. હવે આગામી દિવસોમાં ખાનગી સેકટર ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝનો શું મત છે તેના પર આ આખી વાત આધારિત

(1:07 pm IST)