Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ભાજપ ધારાસભ્યે હસ્તિનાપુરના ગૌરવ પર ધ્યાન આપવા યોગી આદિત્યનાથને લખ્યો પત્ર

છેલ્લા ૭૨ વર્ષોમાં એક સમયે દેશની રાજધાની રહેલા હસ્તિનાપુરના ગૌરવ પર ધ્યાન આપવામાં આવ્યું જ નથી

લખનઉ, તા.૨: ભાજપના એમએલસી યશવંત સિંહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથને એક પત્ર લખ્યો છે જેમાં હસ્તિનાપુરના ખોવાયેલા ગૌરવને જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું છે કે છેલ્લા ૭૨ વર્ષોમાં એક સમયે દેશની રાજધાની રહેલા હસ્તિનાપુરના ગૌરવ પર ધ્યાન આપવામાં આવ્યું જ નથી.

યશવંત સિંહે જણાવ્યું છે કે તેમણે હાલમાં બે વાર હસ્તિનાપુરની મુલાકાત લીધી છે અને તેમને અહેસાસ થયો છે કે હસ્તિનાપુરનો કિલ્લો જીર્ણશીર્ણ અવસ્થામાં છે. યશવંત સિંહાએ માગણી કરી છે કે કિલાનું સમારકાર કરવાની જરૂર છે. આ કિલામાં બહુ અતિક્રમણ છે અને રાજા શાંતનુના મહેલના અવશેષો પર કબ્રસ્તાન બનેલું છે. યશવંત સિંહાના દાવા પ્રમાણે આ ઐતિહાસિક શહેરને ગૌરવ અપાવવાનો સૌથી પહેલો પ્રયાસ પંડિત જવાહરલાલ નેહરુએ કર્યો હતો પણ કોંગ્રેસે આ પ્રોજેકટ પર કયારેય કામ શરૂ જ નથી કર્યું.

હસ્તિનાપુર હવે મેરઠ જિલ્લાનો એક હિસ્સો છે. યશવંત સિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ એમએલસી છે. તેમણે ૨૦૧૭માં યોગી આદિત્યનાથને વિધાનસભાનાસભ્ય બનાવવા માટે પોતાની સીટ પરથી રાજીનામું આપ્યું હતું. યશવંત સિંહ પછી ભાજપમાં સામેલથઈ ગયા હતાઅને પછી ફરીથી એમએલસી બની ગયો હતો.

(1:06 pm IST)