Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

એનસીપીના નેતા ડી,પી, ત્રિપાઠીનું લાંબી બીમારી બાદ દિલહીમાં નિધન

નવી દિલ્હી : NCPના નેતા ડી પી ત્રિપાઠીનું પાટનગર નવી દિલ્હીમાં લાંબા સમયની બીમારી બાદ નિધન થયું છે ત્રિપાઠી 67 વર્ષના હતા.

   ત્રિપાઠી પોલિટિક્સમાં સક્રિય થતાં પહેલાં એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખપદે પણ રહી ચૂક્યા હતા.રાજકારણમાં જોડાયા બાદ ત્રિપાઠી કોંગ્રેસ પક્ષના સક્રિય સભ્ય હતા. સોનિયા ગાંધીના વિરોધમાં એ કોંગ્રેસ છોડીને શરદ પવારના એનસીપીમાં જોડાયા હતા. ઉત્તર પ્રદેસના સુલતાનપુરમાં જન્મેલા ત્રિપાઠી સારા વક્તા હતા.

ભારતીય લશ્કરે ઊરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારબાદ મોદી સરકાર એનો રાજકીય લાભ ઊઠાવી રહી છે એવો આક્ષેપ સૌ પ્રથમ ત્રિપાઠીએ કર્યો હતો.

એનસીપી પ્રમુખ શરદ પવારનાં પુત્રી સાંસદ સુપ્રિયા સુળેએ આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે એનસીપીના મહામંત્રી રહેલા ત્રિપાઠી અમારી જેવા યુવાન કાર્યકરો માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ હતા.

(1:06 pm IST)