Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

કિમ જોંગ ભડકયા : અમેરિકાની વર્તણુક ગુંડા જેવી!

ઉત્ત્।ર કોરિયાના સુપ્રીમો કિમ જોંગ ઉને એલાન કર્યું છે કે, એમની એજન્સીઓ નવી રીતથી નવા હથિયારો વિકસાવશે. ગત વર્ષે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડાઙ્ખનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરતી વખતે ઉત્ત્।ર કોરિયાએ પોતાના પરમાણું કાર્યક્રમ પર બ્રેક લગાવી દેવાની વાત કહી હતી.

ઉત્ત્।ર કોરિયાએ પરમાણું કાર્યક્રમ પર ફરી એક વખત વાતચીત કરવા માટે અપીલ કરી છે. પણ આ અંગે અમેરિકાએ કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી. કિમે એવું પણ નિવેદન આપ્યું હતું કે, અમેરિકા અમારી સાથે ગેંગસ્ટર જેવી વર્તણૂંક કરી રહ્યો છે. તે એવું ઈચ્છે છે કે, એમના આદેશ પ્રમાણે અમે અમારૃં કામ કરીએ. હવે દુનિયા અમારા નવા હથિયાર પ્રોગ્રામને નિહાળશે.

(1:04 pm IST)