Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

કલર્સ ટીવી ચેનલ ખરીદવા સોની મેદાનમાં

ડીલ અંતિમ તબકકેઃ માર્ચ સુધીમાં સોની સ્ટેક લઇ લેશેઃ જો ડીલ થશે તો KBC, ઇન્ડીયન આઇડલ, બીગ બોસ, ખતરો કે ખિલાડીના રાઇટ્સ સોની ટીવીના થશે

મુંબઇ તા.૨: એકધારી દોડી રહેલી તમામ ચેનલો વચ્ચે પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહેલી સોની ટીવીએ રિજનલ ચેનલ શરૂ કરવાની દિશામાં પહેલું પગથિયું ઓલરેડી 'સોની મરાઠી' શરૂ કરીને ઉપાડી લીધું છે ત્યારે સોની ટીવી હવે નવો મોટો જમ્પ મારવાની તૈયારી કરી રહ્યું હોવાની વાત આવી છે. ઇન્ડસ્ટ્રીના બિગ શોટ્સના કહેવા મુજબ સોની ટીવી અને કલર્સ વચ્ચે ડીલ ચાલી રહી છે. જો ડીલની બધી શરતો પૂરી થઇ અને બન્ને પક્ષને એ માન્ય રહી તો કલર્સ ગ્રુપની તમામ ચેનલોમાં સોની ટીવી સ્ટેક લેશે.

હિન્દી ઉપરાંત કલર્સ ગ્રુપની ગુજરાતી, તેલુગુ, કન્નડ, તામિલ, મરાઠી અને બંગલા લેન્ગવેજની ચેનલ પણ છે તો આ ઉપરાંત પણ કલર્સ ગ્રુપ પાસે ન્યુઝની આઠ ચેનલ, એમટીવી, વીએચ ૧, ઇન્ફિનિટી અને એમટીવી બીટ્સ નામની હિન્દી મ્યુઝિકની એક ચેનલ પણ છે. સોની પિકચર્સ પાસે પોતાની ફલેગશિપ ચેનલ સોની ટીવી ઉપરાંત સોની સબ, સેટમેકસ, સોની મિકસ, બાળકો માટેની સોની યા, સોની મરાઠી, સોની વાહ, સોની પિકસ, સોની ટેન, સોની ઇએસપીેન, સોની મેકસ અને સોની બીબીસી અર્થ જેવી સોળ જેટલી ચેનલ છે. સોની પિકચર્સ કલર્સ ગ્રુપની તમામ ચેનલો માટે ડીલ કરશે કે પછી માત્ર એન્ટરટેઇનમેન્ટ ચેનલો પર એનુ ફોકસ છે એ હજી સ્પષ્ટ કરવામાં નથી આવ્યું.

સોની કલર્સ ગ્રુપની ચેનલો ટેકઓવર કરશે, વાયકોમ-૧૮ ગ્રુપમાં સ્ટેક ખરીદશે કે પછી બન્ને ગ્રુપનું મર્જર થાય. આ તમામ સંજોગોમાં સોની ગ્રુપ દેશનું સૌથી મોટું ચેનલ-બુકેનું ઓનર બનશે એ નક્કી છે.

(11:34 am IST)