Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઓશોના વચનો મને પ્રેરિત કરે છે

 જ્યારે હું આઠ વર્ષનો હતો અને સ્કૂલ બસમાં જઇ રહયો હતો ત્યારે જુહુમાં રોડ પર કેટલાક લોકોને લાલ રંગના કપડામાં જોયા. ઉત્સુકતાવશ મેં બહાર જોયુ કે આ લોકો કોણ છે અને આવા કપડા કેમ પહેર્યા છે ? તો કોઇએ કહયું કે તે બધા ઓશોના શિષ્યો છે અને આ બંગલામાં રોકાયા છેે.

સાચું કહું તો તે વખતે જ મારા હૃદયમાં કંઇક એવું લાગ્યું કે ત્યાં કોઇક છે જેની સાથે મારે હૃદયના સંબંધ છે.મને વાંચવાનો બહુ શોખ છે, વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને હું ઓશોને વાંચતો રહું છું. જ્યારે શુટીંગ ચાલતું હોય છે ત્યારે બે શોટની વચ્ચે પણ હું ઓશોનું કોઇ પુસ્તક વાંચતો હોઉં છું. તેમના વચનો મને પોતાના શ્રેષ્ઠ દેખાવ માટે પ્રેરિત કરે છે. અને તેમની વિનોદ પ્રિયતા, એમનો વાત કરવાનો ઢંગ, હસી મજાક તમને એટલા તાજા કરી દે છે કે તમે ગમે તેવા વ્યસ્ત હો અથવા તણાવમાં હો, તમે તમારામાં કેન્દ્રીત અને સંતુલિત રહી શકો છો.

અભય દેઓલ (અભિનેતા)

(11:28 am IST)