Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

રેલવે, LPG બાદ હવે મોંદ્યી શકે છે હવાઈ મુસાફરી

નવી દિલ્હી, તા.૨: નવા વર્ષના પહેલાં જ દિવસે એલપીજી અને રેલવેના ભાડામાં વધારો થયાં બાદ હવે હવાઈ મુસાફરી પણ મોંદ્યી થઈ શકે છે. હવાઈ ઈંધણમાં વધારાના કારણે હવાઈ કંપનીઓ ભાડૂ વધારવા મજબૂર થઈ છે. જો કંપનીઓએ હવે ભાડૂં નહી વધાર્યું તો પછી તેને નુંકસાન થઈ શકે છે. વિમાન ઈંધણમાં ૧૬૩૭.૨૫ રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા ૨.૬્રુનો વધારો કરવામાં આવ્યો છે.

આ પગલાં બાદ હવે દિલ્હીમાં આ ઈંધણ ૬૪,૩૨૩.૭૬ પૈસા પ્રતિ કિલોલીટર મળશે. આ વધારાના પહેલાંથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલી વિમાન કંપનીઓ વિમાન મુસાફરીના ભાડામાં વધારો કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે, નવા વર્ષના પહેલાં જ દિવસે રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તે સિવાય રેલ મુસાફરીના ભાડામાં પણ નવા વર્ષથી વધારો કરવામાં આવ્યો છે. જે બાદ હવે હવાઈ મુસાફરી પણ મોંદ્યી થાય તેવી શકયતા જોવા મળી રહી છે.

(11:27 am IST)