Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

જીએસટી દરોમાં ધીમે ધીમે કરાશે વધારો

''જોર કા ઝટકા'' નહીં આપવા પર સમિતી નહીં આપવા પર સમિતી કરી રહી છે વિચાર

નવી દિલ્હી તા. ર : દેશમાં જીએસટીના દરોમાં માપીમાપી વધારો કરી શકાય છે. જેથી અચાનક કિંમતો વધવાનો ઝટકો ગ્રાહકોને ન લાગે. આ ઉપરાંત જીએસટી હેઠળ એકઝમ્પશનનો વ્યાપ ઘટાડી શકાય છે. રેવન્યુ કલેકશન વધારવા માટે સરકાર આ ઉપાય કરી શકે છે અધિકારીઓની એક સમિતી હાલના જીએસટી દરોના રીસ્ટ્રકચરની સમિક્ષા કરી રહી છે. એવો મત બની રહ્યો છે કે દરોમાં ધીમે ધીમે અને ઓછા પ્રમાણમાં વધારો કરવામાં આવે. આના માટે કાં તો નીચલા દરોમાં મામુલી વધારો થઇ શકે છે. અથવા કેટલીક વસ્તુઓને તબકકાવાર ઉપરના સ્લેબમાં મુકી શકાય છે.

એક સરકારી અધિકારીએ કહ્યું ''માળખા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. હા, ફેરફાર કરવાની પધ્ધતિ એક અલગ મુદ્દો છે. એક વિકલ્પ એ છે કે અચાનક મોટા ઝાટકાના બદલે આપી આપીને ફેરફાર કરવામાં આવે''

લગભગ ૧પ૦ આઇટમો જીએસટીના એકઝમ્પશન લીસ્ટમાં છે આમાંથી કેટલીકને જીએસટીમાં લાવવાનો વિચાર થઇ રહ્યો છે. અત્યારે રપ૦ થી વધારે આઇટમો પ ટકાના સ્લેબમાં છે. અધિકારીએ કહ્યું કે પ્રોસેસ્ડ આઇટમોને સૌથી નીચલા અથવા છુટવાળા સ્લેબમા ન રાખી શકાય કેમ કે તેનાથી ઇનટુર ટેક્ષ ક્રેડીટ અંગેની મુશ્કેલીઓ ઉભી થાય છે.

સમીતીમાં કેન્દ્ર અને રાજયોના અધિકારીઓ છે આ સમીતી રેવન્યુ વધારવાના ઉપાયો વિચારી રહી છે. આ વર્ષે જીએસટી કલેકશન સરેરાશ માસિક ૧,૦૦૬૪૬ કરોડ રૂપિયા રહ્યું છે. જે બજેટ ટારગેટ ૧.૧ર લાખ કરોડથી ઓછું છે. સમિતિના સુચનો પર જીએસટી કાઉન્સીલ આગામી મીટીંગમાં વિચાર કરી શકેછે. જીએસટી કાઉન્સીલ આ બાબતે નિર્ણય કરવા માટેનું એકમ છે.

(11:26 am IST)