Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

નીતિશકુમાર પાસે માત્ર ૩૮,૦૦૦ રૂપિયા

બિહારના પ્રધાનોએ પોતાની સંપતિ જાહેર કરી

પટણા તા. ર :.. પારદર્શક વહીવટી તંત્રના પોતાના વચનનું પાલન કરવાના  એક ભાગ રૂપે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને તેમના પ્રધાન મંડળના સાથીદારોએ  પોતપોતાની સંપતિ જાહેર કરી હતી.

સૌથી વધુ વિસ્મયજનક વિગતો ખુદ નીતિશ કુમારની છે. તેમણે જાહેર કર્યુ હતું કે તેમના ત્રણ બેન્ક ખાતા મળીને કુલ ૩૯ હજાર રૂપિયા રોકડા હતાં. આશરે સવા લાખ રૂપિયાની મનાતી એક ઇકોસ્પોર્ટ કાર છે. આશરે ૬પ હજાર રૂપિયાની મનાતી બે સોનાની અને એક મોતી જડેલી ચાંદીની વીંટી છે. આશરે દોઢ લાખ રૂપિયાની કિંમત ધરાવતી દસ દૂધાળી ગાય અને સાત વાછરડા છે.

આ ઉપરાંત નીતિશકુમાર પાસે રોજ વર્કઆઉટ કરવા માટેની એક એકસરસાઇઝ સાયકલ છે. આ ઉપરાંત ઘરમાં એરકન્ડીશનર્સ છે, કમ્પ્યુટર છે, એરકૂલર છે, માઇક્રો ઓવન છે, વોશિંગ મશીન છે. આ બધી વસ્તુઓની કુલ કિંમત રૂ. પાંચ લાખથી વધુ થતી નથી.

આ ઉપરાંત મુખ્ય પ્રધાન પાસે આશરે અઢી લાખ રૂપિયાના શેર-ડીબેન્ચર્સ અને નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટસ તેમજ પોસ્ટ ઓફીસના બચત ખાતામાં મળીને આશરે ર૧ લાખ રૂપિયાનું મુડીરોકાણ અને બચત છે. આથી વધુ પોતે કશું ધરાવતા નથી એવી નોટ્રિફાઇડ એફિડેવિટ તેમણે મીડિયા સમક્ષ રજૂ કરી હતી.

(11:24 am IST)