Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

BSNLના પેન્શનરો મેદાને : ર૦૧૭થી પેન્શન રીવિઝન નહીં થતાં આંદોલન છેડશે : વડાપ્રધાનને આવેદન આપશે

૩૧ જાન્યુઆરીએ સાંસદોને રજૂઆત કરાશે ૧ર ફેબ્રુઆરીએ ભૂખ હડતાલ.. : ૧ર માર્ચે દિલ્હીમાં કૂચઃ ગુજરાતમાંથી ૧૦૦ લોકો જોડાશે : ગોહાટી ખાતે મળેલ મીટીંગમા લેવાતો નિર્ણયો

રાજકોટ, તા. ર : ઓલ ઇન્ડિયા BSNL પેન્શનર્સ એસો.ની રાષ્ટ્રીય કાર્યકારીણી મીટીંગ ગુહાટી આસામ ખાતે યોજાયેલ. જેમાં ગુજરાત સર્કલના પ્રતિનિધિ તરીકે સર્કલ સેક્રેટરી તથા સેન્ટર હેડ કવાટરના સંગઠન મંત્રીશ્રી મનુભાઇ ચનિયારા ઉપસ્થિત રહેલ. ત્રણ વર્ષનો સમય પસાર થવા છતાં BSNL ના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સના તા. ૧-૧-ર૦૧૭થી પેન્શન રીવિઝન થયેલ નહીં હોવાથી ઉપસ્થિત પ્રતિનિધિઓએ આક્રોશ વ્યકત કરેલ હતો.

BSNLના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સના તા. ૩૧-૧ર-ર૦૧૬ સુધીનું મોંઘવારી ભથ્થુ (IDA) બેઇઝ પેન્શનમાં ઉમેરી ૧પ% ફીટમેન્ટ સાથે તા. ૧-૧-ર૦૧૭થી પેન્શન રીવિઝન કરવાની માંગણી માટે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવેલ. જેમાં ડીસેમ્બર માસ દરમ્યાન ભારતભરમાં દરેક જીલ્લા મથકોએ BSNL ના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સની સહી કરાવી તા. ૧પ-૧-ર૦ર૦ સુધીમાં વડાપ્રધાનને આવેદનપત્ર મોકલાશે તેજ રીતે તા. ૩૧-૧-ર૦ર૦ દરેક જીલ્લા મથકોએ BSNL ના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સ વતી આગેવાનો દ્વારા સાંસદસભ્યશ્રીને, આવેદનપત્ર આપવામાં આવશે. દરેક રાજયોમાંથી આગેવાનો દ્વારા તા. ૧ર-ર-ર૦ર૦ના CCA DOT જે રાજયોમાં આ ઓફીસ આવેલ હોય ત્યાં ભૂખ હડતાલના કાર્યક્રમો યોજાશે. તા. ૧ર-૩-ર૦ર૦ના દિલ્હી ખાતે સંસદ ભવન માર્ચના કાર્યક્રમમાં દરેક રાજયોમાંથી વિશાળ સંખ્યામાં BSNLના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સ જોડાશે.

શ્રી મનુભાઇ ચનિયારા AIBDPA ના ગુજરાતના સર્કલ સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે ગુજરાતભરમાં પણ ઓલ ઇન્ડિયા BSNL DOTપેન્શનર્સ એસોસીએશન દરેક ડીસ્ટ્રીકટ બ્રાંચ દ્વારા પણ કાર્યક્રમો યોજશે. ગુજરાતમાં તા. ૧ર-ર-ર૦ર૦ના  CCA DOT સેલની અમદાવાદ ખાવેલ ઓફીસ ખાતે ભૂખ હડતાલના કાર્યક્રમ યોજાશે. તા. ૧ર-૩-ર૦ર૦ના દિલ્હી ખાતે સંસદ ભવન માર્ચના કાર્યક્રમમાં ગુજરાતમાંથી ૧૦૦ આગેવાનો તથા BSNLના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સ જોડાશે.

(11:23 am IST)