Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

હવે ૨૦ જાન્યુઆરી પર પરીક્ષા પે ચર્ચા કરશે PM મોદી

વિપક્ષનાં ઉગ્ર વિરોધ પછી બદલાઈ તારીખ

નવી દિલ્હી, તા.૨: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૦ જાન્યુઆરીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગેની ખાસ ચર્ચા કરશે. આ પહેલા પીએમ મોદીએ ૧૬ જાન્યુઆરીએ વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા અંગે ચર્ચા કરવાની હતી. પરંતુ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે બુધવારે રાત્રે એક નિવેદન જારી કરીને વડા પ્રધાનના કાર્યક્રમમાં ફેરફારની જાણકારી આપી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓણમ, મકરસંક્રાંતિ, પોંગલ અને લોહરીના તહેવારોને ધ્યાનમાં રાખીને પરીક્ષા પર ચર્ચાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષ ૧૬ જાન્યુઆરીએ પીએમ મોદીની પરીક્ષા અંગેની ચર્ચાનો વિરોધ કરી રહ્યો હતો. આ દિવસે તામિલનાડુનો મહત્વપૂર્ણ તહેવાર પોંગલ છે. ત્યારે આ મામલે ડીએમકેએ વડા પ્રધાનના કાર્યક્રમ ટાંકીને તમિલનાડુ શિક્ષણ વિભાગના પોંગલ પરના પરિપત્રની નિંદા કરી હતી. જયારે આ મામલે વિભાગે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્યરે પણ ઇન્ટરનેટ પર વાતચીત જોઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી બોર્ડની પરીક્ષાઓ અને વાર્ષિક પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ સાથે આ અંગે ચર્ચા કરે છે.

વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાનની આ ચર્ચાનો હેતુ વિદ્યાર્થીઓના મનોબળમાં વધારો અને પરીક્ષાનું તાણ ઓછું કરવાનો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે બુધવારે રાત્રે એક નિવેદન જારી કરીને વડા પ્રધાનના કાર્યક્રમમાં ફેરફારની જાણકારી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓણમ, મકરસંક્રાંતિ, પોંગલ અને લોહરીના તહેવારોને ધ્યાનમાં રાખીને પરીક્ષા પર ચર્ચાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

(11:23 am IST)