Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

નવા વર્ષના બીજા જ દિવસે મોંઘું થયું પેટ્રોલઃ ડીઝલના રેટ પણ વધ્યા

નવી દિલ્હી, તા.૨: પેટ્રોલ અને ડીઝલના રેટમાં ૨ જાન્યુઆરીએ પણ ભાવ વધારો નોંધાયો છે. ૨ જાન્યુઆરીએ અમદાવાદમાં પેટ્રોલના રેટમાં ૭ પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો જોવા મળ્યો છે જયારે ડીઝલ પણ પ્રતિ લીટરે ૧૨ પૈસા મોંદ્યું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ ૭૨.૫૮ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જયારે ડીઝલ ૭૧.૨૮ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ગાંધીનગરમાં પણ પેટ્રોલ ૭૨.૭૬ રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ ૭૧.૪૬ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે, રાજકોટમાં પેટ્રોલ ૭૬.૭૨ રૂપિયા પ્રતિ લીટરે જયારે ડીઝલ ૭૪.૬૩ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે, જૂનાગઢમાં ૭૩.૧૨ રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ અને ૭૧.૮૪ રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે. જામનગરમાં ૭૨.૫૬ રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ અને ૭૧.૨૧ રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે જયારે સુરતમાં ૭૨.૫૫ રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ અને ૭૧.૨૩ પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે.

દેશી આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો મુંબઈકરોએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો માર સહન કરવો પડ્યો છે. મુંબઈમા આજે પેટ્રોલમાં ૮ પૈસાનો જયારે ડીઝલમાં ૧૨ પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ ૮૦.૮૭ રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જયારે ડીઝલ ૭૧.૪૩ રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

(11:19 am IST)