Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સારા સમાચાર! નવા વર્ષે TV જોવાનું સસ્તુ થશે, ૧૩૦ રૂપિયામાં મળશે ૨૦૦ ચેનલ

હવે ગ્રાહકો નેટવર્ક કેરિઝ ફી તરીકે માત્ર ૧૩૦ રૂપિયા ચુકવવાના રહેશે, આ ફીમાં ગ્રાહકોને ૨૦૦ ફ્રી ચેનલ મળશે

નવી દિલ્હી, તા.૨: નવા વર્ષમાં TV જોતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષે ટીવી જોવાનું સસ્તુ થશે. નવા વર્ષે તમને કેબલ ટીવી અને ડીટીએચનું બિલ ઓછુ આવશે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI)એ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે. હવે ગ્રાહકો નેટવર્ક કેરિઝ ફી તરીકે માત્ર ૧૩૦ રૂપિયા ચુકવવાના રહેશે. આ ફીમાં ગ્રાહકોને ૨૦૦ ફ્રી ચેનલ મળશે. સાથે બ્રોડકાસ્ટર ૧૯ રૂપિયાવાળી ચેનલ બુકેમાં નહી આપી શકે.

ટ્રાઈએ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે. નેટવર્ક કેપેસિટી ફી ૧૩૦ રૂપિયા કરી હશે. ૧૩૦ રૂપિયામાં ૨૦૦ ફ્રી ટૂ-એયર ચેનલ મળશે. ૧૬૦ રૂપિયામાં ૫૦૦ ફ્રી ટૂ-એયર ચેનલ્સ મળશે. બીજા ટીવી કનેકશન માટે ફી ઓછી હશે. બીજા ટીવી માટે ૫૨ રૂપિયા ફી ચુકવવી પડશે.

બ્રોડકાસ્ટર ૧૯ રૂપિયાવાળા ચેનલ બુકેમાં નહી આપી શકે. ૧૨ રૂપિયાથી ઓછી કિંમતના ચેનલ જ બુકેમાં આપી શકાશે. ગ્રાહકો માટે લગભગ ૩૩ ટકા ડિસ્કાઉન્ટ હશે.

બ્રોડકાસ્ટર ૧૫ જાન્યુઆરી સુધી પોતાના ચેનલના દરોમાં ફેરફાર કરશે. ૩૦ જાન્યુઆરી સુધીમાં ફરીથી તમામ ચેનલ્સની રેટ લિસ્ટ પબ્લિશ થશે. ૧ માર્ચ ૨૦૨૦થી નવા દર લાગુ થશે. ટ્રાઈએ ચેનલ્સ માટે કેરિઝ ફી ૪ લાખ રૂપિયા નક્કી કરી છે.

(10:08 am IST)