Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ચીન-પાકિસ્તાન સાથે યુદ્ઘનો ખતરોઃ ભારત પોતાનું થિયેટર કમાન્ડ બનાવશે

નવી દિલ્હી, તા.૨: દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું કે ભારત થિયેટર કમાન્ડ બનાવવા માટે પશ્ચિમી દેશોની નકલ કરવાના બદલે પોતાની રીતે પ્રક્રિયા બનાવશે. રાવતે આ નિવેદન એવા સમયે આપ્યું છે જયારે ત્રણે સેનાઓ આધુનિકરણ માટે રુપિયાની તંગી અનુભવી રહી છે અને પાકિસ્તાન તથા ચીનના ખતરાને જોતા તાત્કાલીક, નેવી, આર્મી અને એરફોર્સ ત્રણે સેનાઓને એકીકૃત કરવાની જરુર છે.

પદભાર સંભાળ્યા પછી રાવતે કહ્યું, 'થિયેટર કમાન્ડ બનાવવા માટે ઘણી રીતો છે. અમે પશ્ચિમી કે અન્ય દેશોના માઙ્ખડલની કોપી નથી કરવા માગતા. અમારી પોતાની પ્રણાલી બની શકે છે. અમે મળીને સંપૂર્ણ પ્રક્રિયા બનાવીશું.. હું સમજુ છું કે આ કામ કરશે.'સીડીએસે ભલે હજુ થિયેટર કમાન્ડ વિશે વિસ્તૃત માહિતી નથી મેળવી પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી તેમને આગામી ૪-૫ વર્ષની અંદર પહેલા થિયેટર કમાન્ડને બનાવવા માટે પહેલ કરવા, સિદ્ઘાંત બનાવવા અને આખો રોડમેપ તૈયાર કરવા માટે જવાબદારી સોંપવામાં આવશે.

જણાવી દઈએ કે, ભારત સંયુકત સૈન્ય કમાન્ડ તરફ પગલું માડી દીધું છે, જેમાં આર્મી, નેવી અને એરફોર્સની સંપૂર્ણ સૈન્ય શકિતનું ઓપરેશન કંટ્રોલ એકલા થ્રી સ્ટાર સૈન્ય જનરલ પાસે હશે. સરકાર આ સંબંધમાં જોઈન્ટ કમાન્ડ સાથે સંબંધિત નિયમો અને કંટ્રોલ રુલ્સમાં બદલાવ કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે સેનાના સંયુકત કમાન્ડને સંચાલિત કરવા માટે કોઈ પણ એક સેવા (આર્મી, એરફોર્સ, નેવી)ના એક અધિકારીને સીધો કમાન્ડ આપવાના અધિકાર માટે વૈધાનિક નિયમ અને ઓર્ડરને નોટિફાઈ કર્યા છે.

થેયેટર કમાન્ડનો એરફોર્સ વિરોધ કરી રહ્યું છે કારણ કે એરફોર્સનુ માનવું છે કે આમ કરવું સંચાલનની દૃષ્ટીએ આ અવ્યવહારિક હશે જે દેશની સીમિત હવાઈ તાકાતને અલગ-અલગ થિયેટર કમાન્ડ અંતર્ગત વહેંચી દેશે. એફોર્સ પાસે માત્ર૩૦ ફાઈટર સ્કવાડ્રન છે જયારે ચીન અને પાકિસ્તાન બન્નેના પડકાર ઝીલવા માટે ૪૨ ફાઈટર સ્કવાડ્રન જરુરી છે.

(10:05 am IST)