Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પ વર્ષમાં ૪પ૧ સાંસદોની ભાગીદારી ઘટી

મોદીના 'ડ્રિમ પ્રોજેકટ'માં બે-તૃત્યાંશ સાંસદોને રસ નથી

નવી દિલ્હી, તા. ર : ર૦૧૪માં લાલકિલ્લા પરથી પોતાના પહેલા સંબોધનમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રનિર્માણ માટે સાંસદ આદર્શગ્રામ યોજના (એસએજીવાય)ની જાહેરાત કરી હતી, જેમાં લોકસભા સાંસદોને કહેવાયું હતું કે, ર૦૧૬ સુધીમાં પોતાના અથવા પોતાના મતવિસ્તારના એક ગામને આદર્શ ગામ બનાવે. વડાપ્રધાને કહ્યું હતું કે, ર૦૧૬ પછી અન્ય બે ગામોની પસંદગી કરે અને ર૦૧૯ પછી ઓછામાં ઓછા પાંચ ગામો સીલેકટ કરીને તેનો વિકાસ કરે. તેમણે રાજયસભાના સાંસદોને પણ કહ્યું હતું કે તેઓ કોઇ એક ગામને દત્તક લ. તેમણે કહ્યું હતું કે જો આપણે ભારતના દરેક જીલ્લામાં એક આદર્શ ગામ બનાવશું તો આસપાસના ગામો સ્વાભાવિક રીતે પ્રેરીત થશે અને આદર્શ ગામના મોડલનું અનુપાલન કરશે.

યોજના શરૂ થયાના પાંચ વર્ષ પછીના સરકારી આંકડાઓ જણાવે છે કે સાંસદોને આમાં રસ નથી. હાલની સંસદના બે તૃત્યાંશથી વધારે સાંસદોએ યોજના ચોથા ચરણમાં હજુ સુધી એક પણ ગામ સીલેકટ નથી કર્યું.

વડાપ્રધાન મોદીના સંબોધનના લગભગ બે મહિના પછી ૧૧ ઓકટોબર ર૦૧૪ના શરૂ થયેલ સાંસદ આદર્શન ગ્રામ યોજનાના પહેલા તબક્કામાં ૭૦૩ સાંસદોએ ગામોને દત્તક લીધા હતાં પણ બીજા તબક્કામાં આ સંખ્યા ઘટીને ૪૯૭ થઇ ગઇ. ત્રીજા તબક્કામાં ૩૦૧ સાંસદોએ ગામોને વિકસિત કરવા માટે દત્તક લીધા. ચોથા તબક્કામાં આ સંખ્યા ઘટીને રપર પર પહોંચી ગઇ એટલે પાંચ વર્ષમાં ૪પ૧ સાંસદો ઘટી ગયા. કુલ ચાર તબક્કામાં અત્યાર સુધીમાં ફકત ૧૭પ૩ ગામોને જ દત્તક લઇ શકાયા છે.

(9:40 am IST)