Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણથી નારાજગીના હેવાલ અજિત પવારે નકાર્યા : કહ્યું કોઈપણ નાખુશ નથી

નારાજગીથી વિભાગોની ફાળવણી ઘોચમાં પડી : ડે ,સીએમે કહ્યું કાલે પોર્ટફોલિયો ઈશ્યુ કરાશે

મુંબઇ : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં પોતાના ઇચ્છીત વિભાગ નહી મળવાનાં રિપોર્ટોથી કોંગ્રેસ અને શિવસેનાનાં અનેક મંત્રી નારાજ હોવાનું સામે આવ્યું છે. જો કે રાજ્યના ઉપ મુખ્યમંત્રી અજીત પવારે એવા સમાચારોને નકારી દીધા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નેતાએ કહ્યું કે, કોઇ પણ તેનાથી નાખુશ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રીમંડલ વિસ્તારનાં બે દિવસ પછી પણ વિભાગોની વહેંચણી થઇ શકી નથી. બુધવારે ગઠબંધનના સહયોગી સિવસેના, એનસીપી અને કોંગ્રેસનાં નેતાઓનાં વિભાગોની ફાળવણી મુદ્દે વાતચીત કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ અઘાડીનાં નેતાઓની સાથે બેઠક બાદ ડેપ્યુટી સીએમ પવારને જણાવ્યું કે કયા મંત્રીને કઇ જવાબદારી સોંપવામાં આવવી જોઇએ. આ અંગે અમે ચર્ચા કરી લીધી છે. ગુરૂવારે પોર્ટફોલિયો ઓર્ડર ઇશ્યુ કરવામાં આવશે

(12:42 am IST)