Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને એક વર્ષ બાકી : અમિતભાઇ શાહ શીખી રહ્યાં છે બંગાળી

બાંગ્લા ભાષા શીખવા માટે એક શિક્ષક પણ રાખ્યા છે

નવી દિલ્હી : પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે, ત્યારે ભાજપના અધ્યક્ષ અમિતભાઇ શાહ ચૂંટણીની જોરદાર તૈયારી કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડવામાં  ભાષાનો અવરોધ ઊભો ન થાય તેથી ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ બાંગ્લા ભાષાનું શિક્ષણ લઈ રહ્યા છે.

    ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહે બાંગ્લા ભાષા શીખવા માટે એક શિક્ષક પણ રાખ્યા છે. તેમનો પ્રયત્ન છે કે, પોતે બાંગ્લા ભાષાને સમજવા લાગે અને પશ્વિમ બંગાળની સભાઓમાં પોતાના ભાષણની શરૂઆત બાંગ્લા ભાષામાં કરી શકે, જેથી તેમનું ભાષણ પ્રભાવશાળી લાગી શકે.

    પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 'માં, માટી અને માનુષ'ના સૂત્રને ઉચ્ચ કરતી રહે છે અને તાજેતર દિવસોમાં જ તેમણે બંગાળી અસ્મિતાને ઘણી હવા આપવાનો પ્રયત્ન કર્યો છે. જેથી જ પોતાની સભાઓમાં મમતા ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહને બહારના વ્યક્તિ ગણાવી સંબોધિત કરે છે.

(12:00 am IST)