Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

યુપીની ઘટના

પતિના સારવાર માટે ૧૫ દિવસનાં બાળકોને ૪૫૦૦૦માં વેચ્યો

બરેલી તા.૨ : ઉત્ત્।ર પ્રદેશનાં બરેલીમાં અત્યંત ગરીબીમાં રહેતી એક મહિલાએ પોતાના પતિની સારવાર કરાવવા માટે પોતાના નવજાત બાળકને ૪૫ હજાર રૂપિયામાં વેચી દીધો. બરેલીનાં મીરગંજનો આ પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યો છે. પરિવારની મહિલાએ હજી ૧૫ દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો. પોતાના પતિની તબિયત ખરાબ હોવાનાં કારણે પતિની સારવાર કરાવવા માટે પૈસા નહીં હોવાનાં કારણે તેણે પોતાના બાળકને ૪૫ હજાર જેવી મામૂલી કિંમત માટે વેંચી દીધો.

જો કે, હજી સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ શકી કે મહિલાનાં પતિને કઈ બીમારી થઈ છે જેનાં કારણે તેની પત્નીને પોતાનું બાળક વેંચી દેવું પડ્યું. આ ઘટના પ્રકાશમાં આવતા ફરી એક વાર સરકાર પર સવાલો ઉભા થયા છે. સરકારી હોસ્પિટલોમાં કોઈ પણ ચાર્જ વસૂલ્યા વગર જો સારવાર કરવામાં આવે છે તો મહિલાને પોતાનું બાળક વેચવા માટે કેમ મજબૂર બનવું પડ્યું હશે?

સરકાર આટલી બધી જાહેરાતો કરે છે કે સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે. સરકારિ હોસ્પિટલો માટે જે ફંડ વાપરવામાં આવે છે તેમ છતા પણ દેશમાં આ પ્રકારની ઘટના બનવી એ સમગ્ર દેશ માટે શરમજનક વાત કહેવાય. ફરી એક વાર એ વાત સાબિત થઈ રહી છે કે સરકારી હોસ્પિટલોને આટલું ફંડ આપવા છતા પણ તેમાં ભ્રષ્ટાચાર કેટલી હદે પ્રસરી ગયો છે કે આ ભ્રષ્ટાચાર એક માતાએ પોતાના બાળકને વેંચી દેવો પડે ત્યાં સુધી મજબૂર થવું પડે છે.

(3:40 pm IST)