Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

દિલ્હીમાં ધુમ્મસ વચ્ચે ૫૦૦ ફ્લાઇટો મોડી : લોકો હેરાન

૨૦થી વધુ ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી : વિજિબિલિટી ઘટીને ખુબ નીચી સપાટી પર : ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવ્યુ : જનજીવન પૂર્ણ ઠપ થયુ

નવી દિલ્હી,તા. ૨ : સમગ્ર ઉત્તર ભારત આજે પણ કાતિલ ઠંડીના સકંજામાં રહ્યુ હતુ. ધુમ્મસના કારણે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ૫૦૦થી પણ વધુ ફ્લાઇટ મોડે પડી છે.ય જ્યારે ૨૦થી વધુ ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી છથે. દિલ્હીમાં આવતી અને દિલ્હીથી જતી તમામ ફ્લાઇટોને ખરાબ અસર થઇ છે. ૨૩ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. દિલ્હમાં ધુમ્મસની સ્થિતી વચ્ચે સવારે ૭.૩૦થી ૯.૩૦ સુધી કોઇ ફ્લાઇટે ઉડાણ ભરી ન હતી. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ધુમ્મસના કારણે રેલવે બોર્ડે  ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધીની ૩૨ ટ્રેનોને રદ કરી દીધી છે. ડિસેમ્બર મહિનામાં ધુમ્મસના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે. એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જોવી પડી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, ધુમ્મસે  રેલવે ટાઈમ ટેબલ જેવું કંઇ રહેવા દીધું નથી. કોઇપણ ટ્રેનના સમયમાં વારંવાર ફેરફાર કરવા પડી રહ્યા છે. જેને લઇને જો ટ્રેનના ઉપડવાના સમયને સાચો બતાવવામાં આવે તો પણ મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. પ્રાપ્ત માહિતી મુજબ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેટલાક ભાગોમાં પારો માઇનસમાં પહોંચી ગયો છે. તાપમાનમાં હજુ ઘટાડો થઇ શકે છે. બન્ને રાજ્યોમાં રહેતા લોકો સાવધાન થયેલા છે. હાલમાં ઠંડીની અસર વચ્ચે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે પણ ગયેલા છે. હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે પહોંચેલા લોકો ભારે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. કારણ કે બન્ને રાજ્યોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયુ છે. સ્થિતી હજુ પણ વહેલી તકે સુધરે તેવા સંકેત દેખાઇ રહ્યા નથી. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. દિલ્હી વિમાનીમથકે વિજિબિલિટી ઘટી જવાના કારણે એક સ્થાનિક ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે પાંચ સ્થાનિક અને સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વિલંબ થયો હતો. આવી સ્થિતીમાં મોટી સંખ્યામાં વિમાની યાત્રીઓને ઠંડીમાં વિમાનીમથકે રાહ જોવાની ફરજ પડી હત. કુલ ૨૨૦ ફ્લાઇટોને અસર થઇ હતી. ધુમ્મસની સ્થિતી હાલમાં અકબંધ રહે તેવી શક્યતા છે. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ ધુમ્મસના પરિણામસ્વરૂપે ૫૨ ટ્રેનો લેટ થઇ છે. અનેક ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. વિજીબિલીટી ધુમ્મસના કારણે ૫૦ મીટર સુધી નીચે પહોંચી ગઈ છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સવારે ધુમ્મસની સ્થિતિ રહી હતી.  ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે.સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે.

 જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની  સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની  અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી  દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલાક અકસ્માતો પણ થઇ રહ્યા છે.

(12:41 pm IST)