Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

જમ્મુ-કાશ્મીરમાં મિત્રતાનો અનોખો કિસ્સો :એક શીખ છોકરી તેની મુસ્લિમ સહેલીને કિડની આપવા તૈયાર

માનવતામાં દ્રઢ વિશ્વાસ કિડનીનું દાન કરવા માટે પ્રેરિત કરી

 

શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં મિત્રતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં કોઈ જાતિવાદ નથી. જમ્મુ-કાશ્મીરમાં એક શીખ છોકરી પોતાની મુસ્લિમ મિત્ર સહેલીનો જીવ બચાવવા માટે પોતાની એક કિડની તેને આપવા માંગે છે. પરંતુ છોકરીનો પરિવાર તેનો વિરોધ કરી રહ્યા છે જેને લઈને પ્રક્રિયામાં થોડો વિલંબ થઇ શકે છે.

 ઉધમપુર જીલ્લાની એક ૨૩ વર્ષીય શીખ સામાજિક કાર્યકર મંજોત સિંહ કોહલી પોતાની એક કિડની ૨૨ વર્ષની મુસ્લિમ મિત્ર સમરીન અખ્તરને દાનમાં આપનો નિર્ણય કર્યો છે.

 કોહલીએ કહ્યું હતું કે, અમે છેલ્લા ચાર વર્ષોથી મિત્રો છીએ. માનવતામાં મારો દ્રઢ વિશ્વાસ છે જે મને કિડનીનું દાન કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે.

(12:26 am IST)