Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

અન્ના હજારે લોકપાલની નિયુક્તિ માટે 30 જાન્યુઆરીથી કરશે ભૂખ હડતાલ

મોદી સરકારે પહેલા કહ્યું વિપક્ષમાં વરિષ્ઠ નેતા નથી હવે કહે છે ચયન સમિતિમાં કોઈ પ્રતિષ્ઠિત ન્યાયવાદી નથી

 

નવી દિલ્હી :સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ભ્રષ્ટાચારની સામે દેશને એકજૂટ કર્યો હતો. તેમના આંદોલન પછી લોકપાલ અને લોકાયુક્ત બિલ લાવવામાં આવ્યું હતુ. પરંતુ ત્યારે પણ વધારે કાંઈ ના થયું. હજી સુધી લોકપાલની નિયુક્ત નથી કરવામાં આવી. અન્ના હજારે માટે ફરી આંદોલન કરવાના છે.

અન્ના હજારેએ કહ્યું કે ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલની નિયુક્તિ ના થવાના કારણે તેઓ તેમના ગામે 30 જાન્યુઆરીથી ભૂખ હડતાલ કરશે.

અન્ના હજારે વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહને પત્ર લખીને NDA સરકાર પર કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યમાં લોકયુક્તની નિયુક્તિ ના કરવા માટે બહાનું બનાવવાનો આરોપ લગાવ્યો છે.

અન્ના હજારે કહ્યું કે મોદી સરકારે પહેલા કહ્યું કે લોકસભામાં વિપક્ષમાં કોઈ વરિષ્ઠ નેતા ના હોવાના કારણે લોકપાલ નિયુક્ત ના કરી શકાય (જે નિયુક્તિની પ્રક્રિયાનો ભાગ છે) અને બાદમાં કહ્યું કે ચયન સમિતિમાં કોઈ પ્રતિષ્ઠિત ન્યાયવાદી નથી.

અન્ના હજારેએ કહ્યું કે વર્તમાન સરકારની ભાવના લોકપાલ અને લોકાયુક્ત નિયુક્ત કરવાની નથી.

(10:34 pm IST)